અમદાવાદ પ્લેન ક્રેશ થયાને હવે ૫ દિવસ થઈ ગયા છે. રાજ્યમાં ગઇકાલથી વરસાદ પણ શરૂ થયો છે. આ તરફ હવે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં જે જગ્યાએ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ત્યાં ચેપનો ભય છે. વાસ્તવમાં બદલાતા હવામાને સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદે ચેપ માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. આ જ કારણ છે કે, સરકાર સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર શ્રીકુમાર સોનીએ એક ખાનગી મીડિયાએ જણાવ્યું હતું કેમ અમારી ટીમ સવારે ૬ વાગ્યાથી અહીં કામ કરી રહી છે. અમારા એન્જીનિયરિંગ વિભાગના ૪૦ શ્રમિકો હાજર છે. લેબર એન્જીનિયરિંગ વિભાગની આખી ટીમ તૈનાત છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં ચેપનો ભય છે. તેથી અમે અહીં સોડિયમ હાઇપોક્લોરાઇટનો છંટકાવ કર્યો છે. જેથી દુર્ગંધ દૂર સુધી ન ફેલાય.
વિમાન દુર્ઘટના પછી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. કેટલાક લોકો ફ્લાઇટની અંદર મૃત્યુ પામ્યા હતા. કેટલાક લોકો હોસ્ટેલ કેમ્પસની અંદર મૃત્યુ પામ્યા હતા. સરકારે એક ઝુંબેશ શરૂ કરી છે અને બધા મૃતદેહોને બહાર કાઢ્યા છે. આમ છતાં ઘણા મૃતદેહો એવા છે જે સંપૂર્ણપણે બળી ગયા છે અને બળી ગયેલા ભાગો હજુ પણ ત્યાં હાજર છે જેના કારણે ચેપ ફેલાવાનો ભય છે.
આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે, કર્મચારીઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર ન પડે તે માટે અમે તમામ સાધનો પૂરા પાડ્યા છે. તેમણે કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં કામ કરતા દરેક વ્યક્તિને માસ્ક, ગ્લોવ્સ અને તમામ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે.