1 ચોરસના બદલે ગોળ કાણાં કરવાથી પ્લાસ્ટિક ફાટતું નથી.
2 આવરણથી ફકત ભેજનો સંગ્રહ થાય છે. પાકના પાણીની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરી શકાતી નથી.
3 જમીનમાં ભેજ હોય ત્યારે આવરણ વધુ અસરકારક રહે છે.
4 પ્લાસ્ટિકને યોગ્ય પકડ મળી રહે તે માટે તેની કિનારી ઉપર ૧૦-૧પ સે.મી. માટીનો થર ચઢાવવો અથવા તેની ધાર જમીનમાં દબાવવી.
5 પ્લાસ્ટિક થોડુ ઢીલુ રહે તેમ જમીન પર પાથરવું પરંતુ જમીન અને પડ વચ્ચે શકય તેટલી ઓછી હવા રહે તે ધ્યાનમાં રાખવું. આવરણ છોડના થડથી થોડું અંતર રાખવું.

પ્લાસ્ટિક મલ્ચની પસંદગી
ક્રમ ફીલ્મની જાડાઈ (માઈક્રોન)
૧. ૧પ /રપ (મલ્ચનું આયુષ્યઃ ૩-૪ માસ) – પાકની ભલામણ :ટૂંકી મુદતનાં પાકોઃ રીંગણ, ટમેટા, બટેટા, ભીંડો, કાકડી, કેપ્સીકમ, વટાણા, સોયાબીન, કોબીજ, ફલાવર, મૂળા, બીટ, તરબૂચ તુરીયા વગેરે

ર. પ૦ – પાકની ભલામણ :મધ્યમ મુદતનાં પાકોઃ પપૈયા, ગલગોટા, શેરડી, અનાનસ, અન્ય ફળ ફૂલ

૩ ૧૦૦ – પાકની ભલામણ : લાંબી મુદતનાં પાકોઃ કેરી, નાળીયેરી, ચીકુ, જામફળ, દ્ર્રાક્ષ, બોર, સફરજન, અન્ય
વૃક્ષ પ્રકારનાં પાકો

સોયાબીનમાં આવતી મુખ્ય જીવાત
હાલ ઝરમર વરસાદથી લશ્કરી ઈયળ/ સેમીલુપર આવવાની શક્યતા છે તેના નિયંત્રણ માટે
1પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
2 મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.
કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલિ
પોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ફૂગ: હાલના વાતાવરણમાં ફૂગ આવવાની શક્યતા છે તે માટે વિવિધ પ્રકારની ફૂગ જેવી કે બ્યુવેરીયા બાઝિયાના, મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયા રિલે જીવાત નિયંત્રણ માટે અસરકારક માલૂમ પડેલ છે. આવી એન્ટોમોપેથોજેનીક ફૂગ કીટકના સંપર્કમાં આવતા તેના પર પરજીવીકરણ કરી તેમાં રોગ ઉત્પન્ન કરે છે. કીટકના શરીરની બહારની ત્વચા ભેદી ફૂગની કવકજાળ કીટકની દેહગુહામાં દાખલ થાય છે. તે ઉપરાંત આવી ફૂગ કેટલાક ખાસ પ્રકારના ઝેરી પદાર્થ પણ ઉત્પન્ન કરે છે. તેથી કીટક મૃત્યુ પામે છે. ફૂગની અસરકારક વૃÂદ્ધ માટે નીચુ તાપમાન તથા ભેજવાળું વાતાવરણ જરૂરી છે. આ ફૂગની અસરકારકતા પાન ઉપર નુકસાન કરતાં જમીનની અંદર રહેતા કીટકની ઉપર વધુ જાવા મળે છે. બ્યુવેરીયા તથા મેટારીઝીયમ ફૂગ બહુભોજી કીટનાશક હોવાથી ૧૦૦ થી વધુ પ્રકારના કીટકોના નિયંત્રણમાં ઉપયોગી જાવા મળેલ છે. મગફળીના પાકમાં ધૈણના નિયંત્રણ માટે મેટારીઝીયમએનીસોપ્લીના પરીણામો આશાસ્પદ જણાયેલ છે.

જુદા જુદા પાકોમાં મૂલ્ય વૃદ્ધિ
તેલીબિયાંના પાકોમાં મૂલ્ય વૃદ્ધિ:
મગફળી જેવા કિમંતી તેલીબિયાંમાંથી તેલ ઉપરાંત તેનું ગ્રેડિંગ કરી
એચપીએસ દાણા તરીકે નિકાસ કરી શકાય અથવા તેમાંથી શેકેલ શીંગ, ખારીશીંગ કે તેને તળી મસાલાયુક્ત શીંગ બનાવી શકાય. તેલ કાઢયા બાદ નીકળતી કેક્માંથી પ્રોટીન છુટુ પાડી તેનું પણ વધારાનું મૂલ્ય મેળવી શકાય છે. તદ્દઉપરાંત તેમાંથી દૂધ, માખણ, પનીર, દહીં તેમજ અન્ય દૂધ યુક્ત બનાવટો પણ બનાવી શકાય છે. જેનો સીધી કે આડકતરી રીતે ચોકલેટ, બીસ્કીટ વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે. એ જ રીતે અન્ય ખાદ્ય તેલીબિયાંમાં પણ પ્રોટીન, વેજીટેબલ ઘી તેમજ અન્ય બનાવટો બનાવવામાં આવે છે. વળી એરંડા જેવા અખાદ્ય તેલીબિયાંમાંથી ઘણી જાતના રસાયણો મેળવવામાં આવે છે. જેની વધારાની કિંમત મેળવી શકાય છે.
કઠોળના પાકોમાં મૂલ્ય વર્ધક બનાવટો:
કઠોળમાંથી સામાન્ય રીતે દાળ કે બેસન (લોટ) મેળવવામાં આવે છે. અમુક જાતના આખા કઠોળનો સીધો પણ ઉપયોગ કરાય છે. વળી આવા કઠોળને પાણીમાં ભીંજવી, સુકવી, તળી અને મરી મસાલા યુક્ત નાસ્તાની આઈટમ તરીકે પણ ઉપયોગ કરી શકાય (મગ, ચણા, ચોળી વગેરે). જયારે ચણા જેવા કઠોળને શેકી મસાલા સાથે અથવા મસાલા વગર પણ સીધો જ ઉપયોગ કરાય છે. દાળ બનાવવા માટે જા આધુનિક પદ્ધતિઓ અને રીતોનો ઉપયોગ કરવામાં આવે તો દાળની રીકવરી તથા કવોલીટી સારી મળે છે.
ધાન્ય પાકોમાં મૂલ્ય વૃદ્ધિ:
ડાંગરમાંથી ચોખા મેળવવાની રીત જૂની તથા પ્રચલિત છે. જા રાઈસ હલરની જગ્યાએ રબર રોલર શેલીંગ યુનીટનો ઉપયોગ કરવામાં આવે તો ભાંગતૂટ વગરના ચોખા મળે છે વળી ભૂસુ પણ યોગ્ય સ્થિતિમાં મળતા તેમાંથી તેલ કાઢી તેનો ઔદ્યોગિક સ્તરે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ચોખા, મકાઈ, ઘઉં વગેરેમાંથી પૌવા કે મમરા પણ બનાવી ગ્રામ્ય સ્તરે રોજગારીની તકો ઉભી કરી શકાય. ઘઉં જેવા ધાન્ય પાકોમાંથી પણ તેનો લોટ, મેંદો, સુજી, રવો, વિટામીન – ઈ યુક્ત તેલ, ગ્લુટેન, સ્ટાર્ચ છુટા પાડી તેમાંથી વધારાની આવક મેળવી શકાય. મકાઈમાંથી પણ ઘણા બધા મૂલ્ય વર્ધક બનાવટો મેળવી શકાય છે જેમ કે મકાઈનું તેલ, પૌવા તથા અન્ય નાસ્તાની બનાવટો, પીણા, ચોકલેટ, સ્ટાર્ચ, સોરબીટોલ, ડેક્સટ્રોઝ, સાઈટ્રીક એસિડ વગેરે. આજ રીતે જુવાર અને બાજરા જેવા ધાન્ય
પાકોમાંથી પણ વિવિધ પદાર્થો મેળવવામાં આવે છે.

ડુંગળી: ડુંગળીના પાકમાં મોગરાનું પ્રમાણ જાવા મળે એટલે તૂરત જ મોગરા ભાંગી નાખવા. મોગરાને કારણે કાંદાની ગુણવતતા નબળી પડતી હોવાથી અવારનવાર નિયમિત મોગરા ભાંગતા રહેવું.
પાક સંરક્ષણ:
રોગ: જાંબલી ધાબાનો રોગ (પરપલબ્‍લોચ)- આ રોગમાં પાન ઉપર જાંબલી રંગના ધાબા જાવા મળે છે અને આવા ધાબાની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે અને પાન સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્‍કોઝેબ ૭પ વે.પા. અથવા કલોરોથેલોનીલ ૭પ વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ અથવા કાર્બેન્‍ડાઝીમ પ૦ વે.પા. ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ દવા ભેળવી વારાફરતી ર થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના અંતરે કરવા.
થ્રીપ્‍સ – પુખ્‍ત કિટક પાનમાંથી રસ ચૂસી ધસરકા પાડે છે. રસ ચૂસેલો ભાગ સફેદ થઈ કોકડાઈ સુકાઈ જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૪૦ ટકા, સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં અથવા ફીપ્રોનીલ પ ઈ.સી. અથવા કાર્બોસલ્‍ફાન રપ ઈ.સી. ર૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી ૮ થી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવા.

વિવિધ રાસાયણિક ખાતરો અને તેમાં રહેલા પોષક તત્વો પ્રમાણ 

નાઈટ્રોજનયુક્ત ખાતરો (નાઈટ્રોજન ટકામાં)
એમોનિયમ સલ્ફેટ ૨૦.૬
એમોનિયમ નાઈટ્રેટ ૩૩.૦
યુરીયા ૪૬.૦
કેલશીયમ એમોનિયમ નાઈટ્રેટ ૨૬.૦
ફોસ્ફરસયુક્ત ખાતરો (ફોસ્ફોરીક અમ્લ ટકામાં)
સુપર ફોસ્ફેટ સીંગલ ૧૬
ટ્રીપલ ૪૮
ડાયકેલશીયમ ફોસ્ફેટ ૩૨
બેઝીક સ્લેગ ૨૩-૩૦
બોન મીલ (કાચું) ૨૦
બોન મીલ (સ્ટીમ્ડ) ૨૨
પોટાશયુક્ત ખાતરો (પોટાશ ટકામાં)
પોટેશિયમ ક્લોરાઈડ (મ્યુરેટ ઓફ પોટાશ) ૫૮-૬૦