ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહીબીશન સાથે સંકળાયેલ મહિલાઓના પુર્નવસન તથા રોજગારી બાબતે જરૂરી કામગીરી કરવાની સુચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા બાદ કોડીનાર પીઆઈ એન.આર.પટેલ, સેકન્ડ પીઆઈ એમ.કે.વણારકા, પીએસઆઈ એચ.એલ. જેબલીયા, કોડીનાર પોલીસ સ્ટાફ તથા શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના પ્રમુખ મોતીબેન ચાવડા નાઓ સાથે મળી કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન સાથે સંકળાયેલ મહિલાઓને હાજર રાખી અદાણી ફા.કો. હોલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.