બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને અમરેલી એલસીબી ટીમે ઝડપી લીધો હતો. હાલ સુરતના વેલંજામાં રહેતો અને મૂળ બગસરાના મોટા મુંજીયાસર ગામના રામજીભાઈ પરશોતમભાઈ ઉંધાડ (ઉ.વ૩૭)ને ૧૨-૦૬-૨૦૨૨ના રોજ જેઠીયાવદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્‌યો હતો. આરોપી સામે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.