ખાંભાના વાંગધ્રા ડુંગરપરા વિસ્તારમાં એક મહિલાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. પ્રેમ સંબંધમાં દિકરીને ભગાડવામાં મહિલા તથા તેના પરિવારનો હાથ હોવાની શંકા રાખી ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. જેથી મહિલાને મનમાં લાગી આવતાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે અસ્મિતાબેન લાલજીભાઈ જોગદીયાએ ભાનુબેન રમેશભાઈ જોગદીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મામાજીના દિકરા વનરાજભાઇએ આરોપીની દિકરી સાથે પ્રેમ સબંધ હોવાથી ભગાડી ગયો હતો. જે બાબતે ખાંભા પો.સ્ટેમાં ગુનો નોંધાયો હતો. આરોપીની દિકરીને ભગાડવામા તેમણે તથા તેના પરિવારે સાથ સહકાર આપ્યો છે તેવી આરોપીએ ખોટી શંકા રાખી બિભત્સ ગાળો આપી ખોટી સંભળામણી કરી હતી. તેમજ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને મનમા લાગી આવ્યું હતું. જેથી પોતાની મેળે ઘાસમા છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે આર સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.









































