શ્રીપૂર્ણ પુરૂષોત્તમ સ્વામિનારાયણ ભગવાન લીમડા ગામના મળજીભાઇ સ.ગુ. મુકતાનંદ સ્વામી. તેમજ અન્ય સંતો સાથે મેમકા ગામે પધાર્યા હતાં. મેથળા ગામના અજાભાઇ પટેલની સંગાથે દર્શન કરવા યુવાન કવિરાજ ગજાભાઇ ગઢવી દરબારી પોષાકમાં આવ્યા હતાં. ત્યાં મેમકા નદીએ ન્હાવા ગયેલ શ્રીજી મહારાજ આવ્યા. ગજાભાઇ ગઢવીએ જાયુ તો મહારાજ આવ્યા. ગજાભાઇ ગઢવી મહારાજની ચાલ જાઇને એમને થયું નક્કી આજ ભગવાન છે. બાકી માણસની આવી ચાલ ન હોય. ગજાભાઇને જાઇ શ્રીજી મહારાજે પુછયું.‘કયાં રહેવું?’ ‘ રેવાનું તો વીરમગામ પાસેના હેબતપુર.’
‘જાતે ?’ ‘ગઢવી’
‘તમારૂ નામ?’ ‘ ગજભાઇ દાદભાઇ ગઢવી. આમ જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવી આ કથન મુજબ પ્રકટ ભગવાનને ઓળખી ભર જવાનીમાં દરબાર, પરહરિ, રૂપાળી રાજાવટ ત્યાંગી કઢિયલ દુધ ચોખાની તાસળી પડતી મુકી ખાસ શ્રીજી મહારાજનો રાજીપો મેળવી ઘરની રજા લઇ પોતે સાધુ દીક્ષા ગ્રહણ કરી પુર્ણ પુરષોત્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો તેમને હર્ષ થયો. ત્યારે મહારાજે તેમનું નામ પૂર્ણાનંદ સ્વામિ પાડયું પૂર્ણાનંદ સ્વામિએ શ્રીજી મહારાજની ચાલ વિષે ઘણા કિર્તનો રચેલા જેવા કે
‘ચિતડુ ચોર્યુ રે ચટક ચાલશે રે,
મનડાને માયુ લટકે લાલ મુરતી
તમારી રે નટવર મોહની રે..
જાઇ જાઇ આવે છે ઘણું વાલ
હવે એકવાર ગઢડા દાદા ખાચરના દરબારમાં જાંબુડાના ઝાડવાળા ઓરડામાં આથમણા મુખાર્વિંદે શ્રીજી મહારાજ બિરાજમાન હતાં. ઓરડામાં આડે પડદો બાંધ્યો હતો. અને કોઇને ઓરડામાં જવાની મનાઇ હતી. સિવાય કે મહારાજની આજ્ઞા હોય.તેવામાં સ.ગુ. પૂર્ણાનંદ સ્વામિ મહારાજના દર્શન કરવા ઝાલાવાડથી આવ્યા. પણ જેવા એ દર્શન કરવા જાય તેવા જ પાર્ષદોએ સ્વામીને અંદર જતા રોક્યા અને કહ્યું.‘મહારાજની આજ્ઞા સિવાય કોઇને દર્શન કરવા જવાની મનાઇ છે.’આ સાંભળતા મહારાજનો વિરહ સહન ન થવાથી પડદા સામે બેસી સિતાર ઉપર બોરબર ચારણી શૈલીના પરજ રાગમાં વિરહપદ છોડયા. વિરદ પદો સાંભળીને શ્રીહરી બહુ ગદ્‌ગદ્‌ થઇ ગયા અને પૂર્ણાનંદ સ્વામીના પ્રેમ સૂરો શ્રીહરીના હૈયામાં વસી ગયા તેથી પડદો જાતે દુરકરી સ.ગુ. પુર્ણાનંદ સ્વામીને ભેટી ગયા બોલો કેવો સાચો નિર્મળ પ્રેમ ? પછી મહારજે સ્વામીના મુળે ઝાલાવાડમાં સર્વ સમાચાર પૂછયા.
ધરતીનો ધબકારમાંથી ટ્રસ્ટ ટુકાવીને.)