પ્રેમની પ્રથમ અનુભૂતિ હૃદયમાં થાય છે. જા આપણે કોઇને પણ પ્રેમ કરીએ એ સાથે જ આપણું હૃદય અને આપણી લાગણી આપણાને જ સાચો જવાબ આપે છે. જા તમે વ્યક્તિને પ્રથમવાર જુઓ એ સાથે જ પ્રેમ અનુભૂતિ થાય. તમને તે વ્યક્તિ ગમવા લાગે તો… અને પ્રથમ નજરનો પ્રેમ કહી શકાય. પછી એ વ્યક્તિ સંપૂર્ણપણે આપણી થઇ જાય તો આપણી એ જીત છે અને જા આવું ન થઇ શકે તો… આપણી હાર છે.
પરંતુ પ્રેમ તો પ્રેમ છે, એમાં હાર – જીત વળી શું ? પ્રેમ એ પામવાની નહીં પણ આપવાની વસ્તુ છે. પ્રેમ એટલે એક જ વાત: જતું કરવાની ભાવના…! સાચા પ્રેમમાં ત્યાગની ભાવના હોવી જરૂરી છે.
કમળાપુરમાં જ્યોતિ આવી તેને હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો દામલના સંબંધો કયાંના ક્યાં પહોંચી ગયા. આમ થવાનું કારણ શું ? અકળ કારણનું પણ કંઇક કારણ તો હશે જ ને ?! જા એકતરફી પ્રેમ હોય તો શારીરિક સંબંધો આગળ વધે.
જ્યોતિ આવી તે પ્રથમ દિવસે, પ્રથમ નજરે જ દામલને ખૂબ ખૂબ ગમી. મનમાં મનમાં તો તે ખૂબ હરખાયો પરંતુ પોતાની શરમાળ પ્રકૃતિને લીધે મનમાં ને મનમાં તે ખૂબ મુંઝાયો. પ્રેમનો પ્રસ્તાવ પરી જેવી છોકરી આગળ રજૂ કેમ કરવો… ?
વળી આવા અઘરા કામમાં બા… એ પૂરેપૂરો સાથ આપ્યો…. બા કે મમ્મી જે કહો તે, સંતાનના સુખની જે હંમેશાં ચિંતા કરતું મહાન પાત્ર આ જગતમાં હોય તો તે મા.. છે મા… એણે જ મિત્ર બનીને દીકરા દામલ અને જ્યોતિને એકબીજા સામે તુકારે બોલતાં શીખવ્યું. પછી તો વાત આગળ વધતી ચાલી.
જેમાં શબ્દો કે ભાષાની મરજાદ નડે નહીં તે પ્રેમ ! પ્રેમમાં બુધ્ધિનું પણ કંઇ આવે નહીં. પ્રેમ એ તો અનુભવવાની એક અદ્શ્ય વસ્તુ છે અને નરી આંખે જાઇ કે વર્ણવી પણ ન શકાય. પ્રેમ કરવાનું કોઇ કૃત્ય કે વાત નથી. ધારીએ તો પણ પ્રેમ પરાણે કરી શકાતો નથી. આ પામર માનવીના હાથની વાત નથી જ નથી.
પ્રેમ એ તો કેવળ એક થીજેલી સ્થિતિ છે. નદીના ખળખળ વહેતાં જળ જેવો પ્રેમ છે. આવા પ્રેમમાં ઉંમરને પણ કંઇપણ લેવા – દેવા નથી. આમ જુઓ તો આ આખા વિશ્વનું સર્જન જ પ્રેમ માટે થયેલું હોય તેમ લાગે છે.
કદાચ દામલ કોઈ સંજાગોનો શિકાર બન્યો હોય. તેના શરીરના જિન્સી આવેગો બીજી કોઇ છોકરી પ્રત્યે નહીં પણ આ પરી જેવી જ્યોતિ તરફ જ વહેવા લાગ્યા હોય તો નવાઇ નહીં. કારણ કે પોતે શુધ્ધ બ્રાહ્મણ હતો અને માત્ર પાંચ સાત દિવસમાં તો…
વહેલી સવારમાં દામલની આંખ ખૂલી. તેની નજર ડોકું હલાવ્યા વગર આમ તેમ ફરી. બાજુમાં જ જ્યોતિ હજી ઊંઘતી હતી. તેની અર્ધી છાતી સુધી ચાદર ઢંકાયેલ હતી, અને અર્ધી છાતી ખુલ્લી હતી. જ્યોતિનો માસૂમ ચહેરો અત્યારે કેટલો બધો ઝગમગી રહ્યો હતો તે દામલે જાયું…
કંઇ નહીં ને… એમ જ દામલે જ્યોતિના ગાલ પર તેની આંગળી ધીમેથી અડકાડી, ફરી આમ – તેમ ફેરવીને ધીમેથી બોલ્યો: “જ્યોતિ…. એય જ્યોતિ…” પરંતુ જ્યોતિ તો ઊંઘતી જ રહી એટલે દામલે તેનું મોઢું એ તરફ ફેરવ્યું ને ઉત્સાહિત થઇ જ્યોતિના હોઠ પર પોતાના હોઠ ધરી દીધા.
એ સાથે તો જરા અકળાઇને જ્યોતિએ તેની આંખો માંડ માંડ ખોલી અને દામલનો ચહેરો સાવ જ નજીક દેખાતા તેણે સ્મિત કર્યુ પછી તેણે તેનો એક હાથ જરા લાંબો કરી, એક આંગળી દામલના હોઠ પર ધીમેથી ફેરવી લઈ કહ્યું: “બસ હવે… તું પેલી તરફ જા, મારે બાથરૂમ જવું છે….”
દામલે પડખું ફેરવ્યું. જ્યોતિ પથારીમાંથી બેઠી થઇ ઝડપથી બાથરૂમમાં ચાલી ગઇ. બાથરૂમમાં દાખલ થતાં વેંત જ્યોતિએ તેનાં આંતરવસ્ત્રને વિદાય આપી દીધી. પછી તેણે તેની નજર તેના દેહ પર પગથી છાતી સુધી ફેરવી. એ સાથે જ તેણે ફુવારાની ચકલી ચાલુ કરી દીધી. જળનાં ઠંડા ઠંડાં બિંદુઓ તેના શરીર પર ધીમે ધીમે ટપકવા લાગ્યાં, ને તેના હોઠ મલકવા લાગ્યા. અમસ્તું જ તેના ચહેરા સ્મિત ઉપસ્યું. એવા એ સ્મિતમાં શું છુપાયું હશે…?
શરીરના અંગે અંગે સુગંધી સાબુ ઘસી ઘસીને તેણે ઘણીવાર સુધી નાહ્યા કર્યંુ નાહતાં નાહતાં પણ તેને વિચારો તો નવા નવા આવતા જ રહ્યા. એ ખુશ હતી, ખૂબ ખૂબ ખુશ હતી. પરંતુ તેનો આનંદ અને તેની ખુશી કયા પ્રકારની હતી તે માપી શકાય તેમ કયાં હતું ?
જાણવા પ્રમાણે આવા આવેશમાં બધું થઇ ગયા પછી હંમેશાં છોકરીઓ રડે, ચિંતા કરે, અફસોસ કરે, હીબકે હીબકે રડે… ને બોલે પણ ખરી કે હવે શું થશે ? મારા ભવિષ્યનું શું ? આવું બધુ વિચારીને રૂદન પણ કરે અને વધારેમાં વધારે ચિંતા એ હોય છે કે પેટમાં રહી ગયું તો… ? પરંતુ આનાથી તદ્દન ઊલટું હાલમાં જ્યોતિનું વર્તન દેખાઈ રહ્યું હતું એ તો ઇચ્છતી હતી કે, દામલના સ્પર્મ… મારામાં એટલે કે મારા પેટમાં પોષણ પામી મને એક જીવંત ભેટ આપે ! એથી તો એ વધુ આનંદમાં હતી. નાહી લીધા પછી બાથરૂમમાંથી તે બહાર નીકળી. દામલ તો હજી એમ જ પથારીમાં જાગતો પડયો હતો. તેણે જાયું તો સાચે જ જ્યોતિ પરી જેવી દેખાઇ રહી હતી. તેની મોટી મોટી આંખોમાં લાખ લાખ સપનાં સમાયાં હોય તેવું દેખાતું હતું. અને તેણે અત્યારે તો તેના શરીર પર માત્ર ટુવાલ જ વીંટાળેલ હતો. દામલ હવે ઊભો થયો ને હસતાં વદને જ્યોતિ સામે સાવ નજીક જ ઊભો રહ્યો. તેને શું સૂઝ્યુ કે જરા આક્રમક મૂડમાં તેણે જ્યોતિની છાતી વચ્ચેના ઊંડા ભાગમાં તેના હોઠ ભીંસી દીધા. પછી ફેફસાના ઊંડાણમાં લાંબો શ્વાસ ખેંચ્યો ત્યારે… જ્યોતિની આંખો મીઠાં મીઠાં દર્દથી જાણે કે મીંચાઇ ગઇ. સ્વર્ગના સુખનો અહેસાસ તેણે અત્યારે જાણે કે ઘૂંટડે ઘૂંટડે પી લીધો. (ક્રમશઃ)