નીચે જ્યોતિ ને ઉપર દામલ. ભાવવિભોર બની, હોઠ સાથે હોઠ ભીડી કંઇક એવા સુખની અપેક્ષિત ખુશીમાં પલળવા કે ભીંજાવા માટે ખૂબ અધીરા થઇ ગયા હતા. ત્યારે… સમય અને સ્થિતિ અને સ્થળ એવું બધું જ જાણે શૂન્ય થઇ ગયું હતું.
કોઇ એવા જાશથી, કોઇ એવા દબાણથી, કોઇ એવા અતિ આવેશથી કે પછી જિન્સી આવેગથી દામલના અંગમાંથી કોઇ સૂસવાટ સાથે અનન્ય એવું અતિ કિંમતી પ્રવાહી તત્વ જ્યોતિના અંગમાં ભરપાઇ થતાંની સાથે એક એવી અનંત ખુશીભરી આહ…જ્યોતિના મોઢામાંથી બહાર નીકળી ને આવા અંધકારમાં દામલના ચહેરા પર મૃદુતાથી ફરતા હોઠ. અને આવી સ્થિતિ કયાંય સુધી ટકી રહી.
અજાણી ધરતી, અજાણી જગ્યા, અજાણ્યું ગામ, અજાણ્યું સ્થળ હોવા છતાં ચરમસુખ નામનું અતિ મહત્વનું અલૌકિક સુખ આજે દામલે અનુભવ્યું. તો જ્યોતિએ પણ અનુભવ્યું જ હોય ને ? દામલની જિંદગીમાં તેનો આ પ્રથમ અનુભવ હતો એટલે આવા ચરમસુખના પરમસુખમાં જાણે કે તેને આ સમાધિ મળી હતી.
આવું અને આટલું બધું ઝડપથી, આવું પરમસુખ તેના ભાગ્યમાં લખાયું હશે તેની તેને કયાં ખબર હતી ? ફક્ત આઠ અને દસ દિવસમાં તો દામલની જિંદગી કેટલી બધી સુખમય અને રસ નીતરતી બની ગઇ. કલપના પણ ન હતી કે જ્યોતિ આટલી ઝડપથી….
આને જ કદાચ નસીબ કહેવાતું હશે…?
પ્રેમમાં કે પછી પ્રેમને હંમેશાં હૃદય હોય છે. ત્યારે આકર્ષણને માત્રને માત્ર આંખો જ હોય છે. હવે જાવાનું એ રહ્યું કે, દામલને જ્યોતિ પ્રત્યે પ્રેમ હતો કે પછી માત્ર આકર્ષણ જ ! અસલ સિને-અભિનેત્રી શિલ્પા શેટ્ટી જેવી જ જ્યોતિની આકૃતિ હતી. એની આંખો પણ એવી, અને નાક નશકો અને આખો ચહેરો પણ શિલ્પા જેવો. અરે ઉંચાઈ પણ પાંચ હાથ પુરી પરંતુ હા, જિંદગીમાં એક વાત તો અવશ્ય ધ્યાનમાં રાખવા જેવો છે જે વ્યકિત આપણી છે, જે આપણને ભરપૂર પ્રેમ કરતી હોય, જે આપણા નસીબમાં છે તે હંમેશાં માટે મરે ત્યાં સુધી આપણી સાથે જ રહે છે, સુખમાં અને દુઃખમાં પણ અને જે વ્યકિત આપણને અધવચ્ચેથી છોડીને ચાલી જાય છે તે વ્યકિત આપણા લાયક નથી જ નથી. માનો કે ન માનો પણ આજની રાત દામલની તો સુહાગરાત જ હતી. ભલે એ તેનું ઘર નહોતું છતાં સગવડતાવાળો રૂમ તો હતો જ એટલે હાલ પૂરતું આને ઘર જ માની લેવું પડે. આમ તો સુહાગરાત એટલે પરણ્યા પછીની નવદંપતીની પહેલી રાત ! તો દામલની જ્યોતિ સાથે સહશયન કરવાની આ પહેલી જ રાત હતી. ભલે તેમનાં લગ્ન ન થયાં હોય, તો શું થયું ?
સાંભળ્યું છે કે સુહાગરાતે પુરૂષના માત્ર પ્રેમભર્યા શબ્દોથી કે પછી પ્રેમભર્યા સ્પર્શથી કે પછી પ્રેમભર્યા ચુંબન માત્રથી સ્ત્રીને ઓર્ગેઝમ સુધીની મધુરી ફિલિંગ થઈ શકે છે પરંતુ આવા જ્ઞાનથી પુરૂષ જાત વંચિત પણ હોય શકે.
અત્યારે આ વાત હકીકતે સાબિત થઇ ચૂકી હતી. જ્યોતિને કદાચ તેની જિંદગીમાં પહેલી વખત જ આવી ચરમસીમાનું સુખ પ્રાપ્ત થયું હતું. એ એવું સુખ હતું કે જેને એકેય શબ્દમાં વર્ણવી જ ન શકાય. આવું ચરમસુખ એકવાર નહીં પણ અનેકવાર થયાનો અનુભવ જ્યોતિએ સભાન અવસ્થામાં અનુભવ્યો હતો એટલે તો તે અતિ ખુશ હતી. અને વારેવારે દામલને એટલે જ ચુમીઓ ભરી લેતી હતી.
આમ તો સાચુકલી સુહાગરાતે પતિએ પત્નીની નર્વસનેસને દૂર કરવાની હોય છે, સારી સારી વાતો કરવાની હોય છે, એકબીજાને કયારેય ન છોડવાનો નિર્ધાર કરવાનો હોય છે પરંતુ આવા ઘોર અંધારામાં દામલ આવું કશું કરી ન શક્યો તેનો અફસોસ પણ થયો જ હતો. પરંતુ આમાં તેને તેનું શરમાળપણું નડતર બન્યુ હતું. હા, તેણે તો અનહદ પ્રમાણમાં જ્યોતિને પ્રેમ કર્યો, તેને ચાહી. શારીરિક ને માનસિક અને ભાવનાત્મક રીતે તેના શરીરને વહાલથી ખૂબ ખૂબ પંપાળ્યું પણ હતું. વળી તેના શરીરના અતિ સંવેદનશીલ અંગો જેવા કે કાનની બૂટ, પીઠ, કમર, નાભી, નાક અને બન્ને પયોધરોને પણ પ્રેમથી સ્પર્શ્યા, પછી હળવેથી દબાણ પણ આપ્યું હતું. આવું કરવાથી જ્યોતિને અનંત સુખની અનુભૂતિ પણ થઇ જ હતી.
અંતે આખા દિવસના થાકને લીધે વળી રાતભરની રતિક્રિડા અને રમણીય ઉજાગરાને લીધે એકબીજાના શરીરને સ્પર્શી લઇ મોડે મોડે બંનેને ઊંઘ આવી ગઇ. દામલ તો સાચે જ ઊંઘી ગયો, ઘસઘસાટ ઊંઘી ગયો પરંતુ જ્યોતિ….
જ્યોતિને ઊંઘ ન આવી, તેનું કારણ કદાચ ચરમસુખ કે પરમસુખની પૂર્ણ તૃપ્તિ પણ હોઈ શકે. એટલે એ તો અંધારામાં પણ તેની આંખો તો ખુલ્લી જ રહી ને તે વિચારોમાં ખેંચાતી રહી ઃ
જ્યોતિ માસિક ધર્મમાં આવી તેને હજી ચાર જ દિવસ પૂરા થયા હતા. આવા વિચારે રાતના અંધારામાં પણ તે આંગળીના વેઢે દિવસો ગણતી હતી. એમ.સી. પછીના આવા દિવસોમાં ભેગા થયે ગર્ભ રહેવાની શકયતા ખૂબ જ વધી જાય છે. આવા વિચારે તો એ ખૂબ ખુશ થઇ હતી. જા પોતાને ગર્ભ રહે તો… જિંદગી બની જાય, જિંદગી જીવવા લાયક રહે… આમ આવું બધું તે ઉંડાણથી વિચારતી રહી.
એ સાથે તો વળી તેની ખુલ્લી આંખોમાં અનેક દૃશ્યો પ્રગટવા લાગ્યા અને પછી એક એવુ દ્દશ્ય તેને જાવામાં આવ્યું… એ સાથે તો તે સાવ ઢીલી થઇ ગઇ તેની આંખોમાં પાણી ભરાયાં. અમુક વિચારો ને અમુક દ્રશ્યો તો તેનો પીછો છોડતાં જ નહોતાં.
પરંતુ….પ્રેમ એટલે હૃદયના ઊંડાણમાંથી પ્રગટતી ભાવના, જેની ઉત્પત્તિ દિલમાંથી પેદા થાય છે અને પ્રેમ આ વિશ્વમાં વાસ્તવિક જીવનની એક વિરલ શÂક્ત છે. પ્રેમ અને આત્માનું એકત્વ સાવ સાદી સરળ ભાષા છે. (ક્રમશઃ)