ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આવી સ્થિતિમાં સત્તામાં બેઠેલી ભાજપ વાપસી માટે જારદાર પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી સતત યુપીના પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા  છે. આ દરમિયાન ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને યુપી ચૂંટણીને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે. સીએમ હેમંત સોરેને ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી પર કહ્યું, “પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે છે, આ ફોર્મ્યુલા પર ભાજપ ચાલી રહી છે. ત્યાં બધી યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે, પરંતુ મને લાગે છે કે ભાજપનું વાહન અટકી ગયું છે. તે સમાપ્ત થઈ ગયું છે.”

૨૧ ડિસેમ્બરે, ઝારખંડમાં ઝારખંડમાં એન્ટી-લિંચિંગ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભાજપ પર કટાક્ષ કરતા સીએમ હેમંત સોરેને કહ્યું, “કાયદો કોઈ એક વ્યક્તિ માટે નથી. જા આ કાયદામાં કોઈ ચોક્કસ ધર્મ લખાયેલો હોય, તો તેઓએ (ભાજપ) તે જણાવવું જાઈએ. આ સરકારની પ્રાથમિકતા હોવી જાઈએ શાંતિ. પરંતુ તેમની પ્રાથમિકતા એ છે કે દેશમાં અશાંતિ કેવી રીતે થાય તે હોય છે.

નોંધનીય છે કે હેમંત સરકાર મોબ લિંચિંગને રોકવા માટે ઝારખંડ પ્રિવેન્શન ઓફ મોબ વાયોલન્સ એન્ડ મોબ લિંચિંગ બિલ ૨૦૨૧ લાવી છે. હેમંત સરકાર પણ ઘણા સમયથી આ કાયદાની તૈયારી કરી રહ્યા હતા.