કોડીનાર તાલુકાના મોટી ફાંફણી ગામની પરિણીતાએ પ્રેમીના ત્રાસથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ લઇ આપઘાત કરતા પ્રેમી સામે ગુનો નોંધાયો છે.
મૃતકના પતિએ કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, તેના ભાઇનો મિત્ર કૌશિક રાવલીયા મિત્રતાના કારણે અવારનવાર ઘરે આવતો હતો. દરમિયાનમાં કૌશિકને તેમની પત્ની સાથે આંખો મળી જતા છેલ્લા ૩ મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. કૌશિક અવારનવાર ઘરે આવી તેણીને ત્રાસ આપી હેરાન પરેશાન કરતો હતો. જેનાથી કંટાળી ટેન્શનમાં આવી જઇ તેમની પત્નીએ પ્રાસલી ગામે આવેલ મોગલ માના મંદિરે જઇ ઝેરી ટીકડા ખાઇ લઇ જીવન ટૂંકાવી લીધું છે.