લીલીયામાં પ્રેમસંબંધ મુદ્દે માતાએ ઠપકો આપતાં યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે શીલ્પાબેન અરવિંદભાઇ ડાભી (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રીને કોઇ સાથે પ્રેમસંબંધ હોય અને તેની પાસેથી અગાઉ મોબાઇલ ફોન પકડાયેલ હતો. જેથી તેમની માતા તથા ભાઇઓએ ઠપકો આપતા તા.૨૭/૧૦/૨૦૨૫ ના સાંજના આશરે ચારેક વાગ્યે ‘સલડી ગામે કેટરર્સમાં મજૂરીએ જાવ છું’ તેમ કહી પોતાના ઘરે લીલીયા મોટા ગામેથી કોઇને કહ્યા વગર પોતે પોતાની મેળે જતી રહી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વધુ તપાસ કરી રહ્યા છે.