-મતભેદોનું નિવારણ શયનખંડમાં કરો.
બે ભિન્ન કુટુંબમાંથી આવતા બે પાત્રો વચ્ચે વિચારોના ભેદ થઇ શકે. મતભેદોને દૂર કરવા માટે એકાંતનો ઉપયોગ કરો. શયનખંડ જેવું સ્થળ આ માટે બીજું કોઇ નથી. નિઃસંકોચપણે નિખાલસતાથી મનની વાત કરીને મતભેદોને દૂર કરો.
– અન્યોન્યની ઊણપોનો સ્વીકાર કરો.
તમારો જીવનસાથી દેખાવડો કે સારૂં અંગ્રેજી બોલતો ના હોય તો તે અંગે બાંધછોડ કરો, સંવનકાળ દરમ્યાન પણ તમે આ વાત જાણતા હતા.
જા તે વખતે તમને વાંધો ન હતો તો લગ્ન પછી તે બાબતને ઉત્તેજન ના આપશો. એ જ રીતે તમારામાં પણ કોઇ ઉણપ હોઇ શકે છે તે યાદ રાખો.
– આર્થિક સ્થિતિ
આજના સમયમાં તો બંને પાત્રો મોટા ભાગે નોકરી કરતા હોય છે. તેથી તેઓની આર્થિક Âસ્થતિ મજબૂત હોય છે. જા કે યુવતી નોકરી ના કરતી હોય તો પણ આર્થિક Âસ્થતિ મજબૂત હોઇ શકે છે. સારૂં નાણાંકીય આયોજન કરવું જરૂરી છે. આવક અને જાવકના પાસાઓને અગાઉથી ધ્યાનમાં લઇને આયોજન કરો. કુલ આવકના દસથી પંદર ટકા જેટલાં નાણાં તબીબી સારવાર માટે અલાયદા રાખો અથવા બચત કરવા માટે મૂકો.
– રાત્રે અગિયાર વાગે સમાધાન કરી લો.
દિવસ દરમ્યાન ઊભા થયેલા મતભેદોને રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં નિવારી લો. આ પધ્ધતિ વર્ષોથી અજમાવાતી આવી છે. બીજે દિવસે સવારે ખુશનુમા વાતાવરણમાં દિવસની શરૂઆત કરો. તકરારના મુદ્દાને ફરીવાર યાદ નહિ કરો તે નક્કી કરો.
– સંપપૂર્વક નિર્ણય લો.
ઘરમાં જે પણ નિર્ણય લેવાય તે ભેગા મળીને લેવાય તે જરૂરી છે. ઘરનું નવીનીકરણ હોય, સંતાન માટે જીવનસાથીની શોધ હોય પતિ-પત્નીએ પરસ્પર વાતચીત કરીને પરસ્પરની સંમતિ લઈ નિર્ણય લેવા જાઇએ.
– એકમેકને ગમે તેવા વાણી-વર્તન રાખો, નિયમો બનાવો.
યુવક-યુવતી બંને સુશિક્ષિત, સમજદાર હોવાથી અને સમાન કુટુંબોમાંથી આવતા હોવાને કારણે સમાન નીતિ-નિયમો નક્કી કરી શકે છે. બાળકને હોમવર્ક કોણ કરાવશે, શાળાની વાલી મિટિંગમાં હાજરી કોણ આપશે, સગાં-વ્હાલાના લગ્નપ્રસંગોમાં શું ભેટ આપવી વગેરે બાબતો બંને મળીને નક્કી કરો જેથી ઘર્ષણને ટાળી શકાય.
– વારંવાર માતાપિતા પાસે ના દોડી જશો.
કોઇપણ સાથીદારે સમસ્યાની સ્થિતિમાં તરત પોતાના માવતર પાસે દોડી જવાના વલણથી દૂર રહેવું જાઇએ. પોતાના જ માવતરની સલાહના આધારે રહેવાનું વલણ લગ્નજીવન માટે ઘાતક સાબિત થઇ શકે છે. સૌપ્રથમ બંને પાત્રોએ પરસ્પર સાથે વાતચીત કરીને સમાધાન શોધવું જાઇએ. સમાધાન ના મળે અને કોઇ અનુભવીની સલાહની જરૂર ઊભી થાય તો બંનેએ કોઇપણ એક પાસે સલાહ લેવા જવું જાઇએ. તેઓ પણ નવયુગલની આ ચેષ્ટાને સરાહીને યોગ્ય માર્ગદર્શન આપશે. આમ કરવાથી કોઇ વડીલ નવયુગલને ગેરમાર્ગે દોરવા પ્રયાસ નહિ કરે.
– અન્યની હાજરીમાં જીવનસાથીની ટીકા કરશો નહિ કે કોઇને કરવા દેશો નહિ.
કોઇ ત્રીજી વ્યક્તિ જ્યારે તમારા સાથીની ટીકા શરૂ કરે છે ત્યારે તમે પણ કયારેક તેમાં જાડાઇ જાઓ છો. આવી ચેષ્ટા ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને લગ્નજીવનમાં કડવાશ લાવે છે તેથી તેમ કરવાથી દૂર રહો.
– હંમેશા સાથે રહો.
પ્રેમલગ્ન કરનાર યુગલે હંમેશા સાથે રહેવું જરૂરી છે. સાથે જમવું, સાથે બહાર જવું, સાથે બેસીને વાતો કરવી વગેરે કાર્યો સાથે કરવાથી દુનિયાને પણ સંકેત મળે છે કે તમે બંને હંમેશાં સાથે છો અને સાથે જ રહેવાના છો. તેથી કોઇ તમારા લગ્નજીવનમાં ભંગાણ પાડવાની ચેષ્ટા નહિ કરે.