લાઠીના હજીરાધાર ગામના એક યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમિકાના પરિવારજનો આ લગ્નનો વિરોધ કરતા હતા. આ અદાવતમાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે મનહરભાઈ પ્રવિણભાઈ મકવાણા (ઉ.વ.૨૯)એ સુરતના મોટા વરાછામાં રહેતા વિપુલભાઈ લવજીભાઈ કાકડીયા તથા ચાર અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. મનહરભાઈ અને પલકબેને ગત તા. ૧૮/૦૮/૨૦૨૫ ના રોજ ગોંડલના પંચનાથ મહાદેવ મંદિરે પ્રેમલગ્ન કર્યા હતા. બીજા જ દિવસે, તા. ૧૯/૦૮/૨૦૨૫ ના રોજ, તેમણે ગોંડલ નગર સેવા સદનમાં તેમના લગ્નની નોંધણી પણ કરાવી હતી.પલકબેનના પરિવારને આ પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા હતા. ફરિયાદ અનુસાર, તા. ૧૪/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે લગભગ ૪ઃ૩૦ વાગ્યે, હજીરાધારથી દામનગર રોડ પર આવેલ સાગર ટ્રેડિંગ મિલ પાસે, એક વાદળી રંગની સુરત પાસિંગની ફોર-વ્હીલ ગાડીમાં આવેલા વિપુલભાઈ કાકડીયા અને ચાર અજાણ્યા શખ્સોએ મનહરભાઈને ધક્કો મારી તેમની પત્ની પલકબેનનું અપહરણ કરી લીધું હતું.
આ ઘટના બાદ મનહરભાઈએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દામનગર પોલીસ સ્ટેશના પીઆઈ આર.વાય. રાવલ વધુ તપાસ કરી રહ્યા છે.








































