નેહા ધુપિયા જ્યારે પ્રેગ્નન્ટ થઈ તો તેને મેકર્સે શોમાંથી કાઢી નાખી હતી. ૨૦૧૮ના મેમાં અંગદ બેદી સાથે નેહાનાં લગ્ન થયાં હતાં. એ જ વર્ષે ૧૮ નવેમ્બરે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૧ની ત્રીજી આૅક્ટોબરે તેણે દીકરાને જન્મ આપ્યો હતો. નેહા હવે સેલિબ્રિટી ટાક શો ‘નો ફિલ્ટર નેહા’ને હોસ્ટ કરે છે. પ્રેગ્નન્સીને કારણે થયેલા રિજેક્શનને યાદ કરતાં નેહાએ કહ્યું કે ‘હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં નવી આવી ત્યારે એવી ધારણા બંધાયેલી હતી કે મહિલાઓ ચોક્કસ માપદંડમાં બંધ બેસવી જાઈએ અને જા એમાં તમે ફિટ ન બેસો તો તમે યોગ્ય નથી કહેવાતા.
શાર્પ ફેસ અને ૭થી ૧૦ કિલો વજન ઘટાડવા માટે તૈયાર ન હોવાથી મને રિજેક્ટ કરવામાં આવી હતી. મારા મતે હું સુપર ફિટની વ્યાખ્યામાં બંધ બેસતી હતી. હું જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે મને એક શોમાંથી બહાર કાઢવામાં આવી હતી. હું શોના મેકર્સ પાસે ગઈ અને કહ્યું કે હું પ્રેગ્નન્ટ છું અને આઠ મહિના સુધી શૂટિંગ નહીં કરી શકું. તો તેમણે મને ના પાડી દીધી હતી. તેમણે મારી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. હાલમાં તો મને એ વાતનો ફરક નથી પડતો, પરંતુ એ સમયે મને ખૂબ જ તકલીફ થઈ હતી.’