૧૯૮૩ બેચના આઇએએસ અધિકારી અને ભૂતપૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદનને યુપીએસસીના નવા અધ્યક્ષ (નવા ચેરપર્સન) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ ૧ ઓગસ્ટ, ગુરુવારે અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળશે. એક મહિના પહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું. મનોજ સોનીએ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પ્રીતિ સુદન ૨૦૨૨થી યુપીએસસી સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. સુદન અગાઉ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયો ઉપરાંત ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે
આંધ્ર પ્રદેશ કેડરના અધિકારી, સુદન અગાઉ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયો ઉપરાંત ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમને નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન ઉપરાંત બેટી બચાવો, બેટી પઢાવો અને આયુષ્માન ભારત મિશનનું નેતૃત્વ કરવા અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ અંગે કાયદો બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.
પ્રીતિ સુદને, દેશમાં બે મુખ્ય કાર્યક્રમો શરૂ કરવા ઉપરાંત – ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’, નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં ફાળો આપ્યો. સુદન તમાકુ નિયંત્રણ પરના ફ્રેમવર્ક કન્વેન્શનના સીઓપી-૮ના પ્રમુખ તરીકે અને ડબ્લ્યુએચઓ સ્વતંત્ર પેનલ ફોર એપિડેમિક તૈયારી અને પ્રતિભાવના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વધુમાં, સુદન વિશ્વ બેંક સાથે સલાહકાર તરીકે કામ કર્યું છે. જુલાઈ ૨૦૨૦ માં કેન્દ્રીય આરોગ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયેલા સુદનને સરકારી વહીવટના વિવિધ ક્ષેત્રોમાં લગભગ ૩૭ વર્ષનો અનુભવ છે. સુદન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં એમ ફિલ કરેલુ છે. અને સામાજિક નીતિ અને આયોજનમાં એમ.સી ડિગ્રી મેળવી છે.