હિટ ટીવી શો ‘બેઇંતેહા’ માં મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી પ્રીતિકા રાવ ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. પ્રીતિકાએ આ શોમાં હર્ષદ સાથે કામ કર્યું હતું. ચાહકો હજુ પણ તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને પસંદ કરે છે અને સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરે છે. જાકે, પ્રીતિકાને આ બધું બિલકુલ ગમતું નથી. તાજેતરમાં, જ્યારે એક ચાહકે ‘બેઇંતેહા’ ના પ્રીતિકા અને હર્ષદની રોમેન્ટીક ક્લિપ શેર કરી, ત્યારે અભિનેત્રી તેના પર ગુસ્સે થઈ ગઈ. તેણે એવો પણ દાવો કર્યો હતો કે હર્ષદ ઇન્ડસ્ટ્રીમાં મળેલી દરેક સ્ત્રી સાથે સૂવે છે. આ આરોપ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ખળભળાટ મચી ગયો છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક ફેન પેજે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘બેઇંતેહા’ ના પ્રીતિકા રાવ અને હર્ષદ અરોરાની રોમેન્ટીક ઓન-સ્ક્રીન ક્લિપ શેર કરી. ત્યારબાદ, પ્રીતિકાએ શોની આ ક્લિપ્સ તેની ઇચ્છા વિરુદ્ધ પોસ્ટ કરવા બદલ ફેન પેજની ટીકા કરી. તેમણે ચાહકને આ ક્લિપ્સ વારંવાર પોસ્ટ ન કરવા પણ વિનંતી કરી કારણ કે તે સ્ક્રિપ્ટનો ભાગ હતી. આ પછી પ્રીતિકાએ હર્ષદ પર દરેક સ્ત્રી સાથે સૂવાનો આરોપ લગાવ્યો. પ્રીતિકા રાવે લખ્યું, ‘આ વીડિયો તમારા પેજ પર પોસ્ટ કરશો નહીં, મેં તમને વારંવાર વિનંતી કરી છે કે મારો વીડિયો એવા પુરુષ સાથે પોસ્ટ ન કરો જે ઇન્ડસ્ટ્રીમાં મળેલી દરેક સ્ત્રી સાથે સૂવે છે!’ અભિનેત્રીએ આગળ લખ્યું, ‘કૃપા કરીને ધ્યાન આપો… તમે મારી ઇચ્છા વિરુદ્ધ કંઈક કરી રહ્યા છો!’ એ તમારું કર્મ છે!!!! તેનો સામનો કરવો પડશે!!! તું મારી ઈચ્છા વિરુદ્ધ આ બધું કરી રહ્યો છે! તને શરમ આવવી જાઈએ, યાદ રાખજે મેં શું કહ્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવને કોઈ પરિચયની જરૂર નથી. તે સુપરહિટ ફિલ્મ ‘વિવાહ’ સહિત ઘણી ફિલ્મોમાં જાવા મળી છે. તેવી જ રીતે, અમૃતાની બહેન પ્રીતિકા રાવ પણ એક જાણીતું નામ છે. તેણીએ ૨૦૧૦ માં આવેલી તમિલ ફિલ્મ ચિક્કુ બુક્કુથી ડેબ્યૂ કર્યું. તેમને દક્ષિણમાંથી નહીં પરંતુ ટીવી જગતની સીરિયલ ‘બેઇન્ટહા’થી જબરદસ્ત નામ અને ખ્યાતિ મળી. તે ‘લવ કા હૈ ઇન્તેઝાર’ અને ‘લાલ ઇશ્ક’ જેવી મહાન સિરિયલોમાં પણ જાવા મળી છે.