પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે કોડીનાર તાલુકાના મિતિયાજ અને અરણેજ ગામે વરસાદી પાણીના નિકાલ માટે નાળાઓની સફાઇની કામગીરી કરાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે કોડીનાર તાલુકાના મિતિયાજ અને અરણેજ ગામે અનુક્રમે વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તથા કોઝ-વે પેસેજની કામગીરી કરવામાં આવી હતી. તેમજ કોડીનાર શહેરના ૫૧૨ આવાસ યોજના બાયપાસ રોડ પાસેથી સરદારનગર સિદ્ધનાથ મંદિર સુધી વરસાદી પાણીના નિકાલ માટે નાળાઓની સફાઇની કામગીરી કરવામાં આવી હતી.