ખાંભામાં ગ્રામ પંચાયત દ્વારા મિતિયાળા રોડથી ખાંભાના સ્મશાન રોડ પરથી પસાર થતી હડીયો નદીમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. નદીમાં કાંપ ભરાતા દર ચોમાસે કિનારે વસતી ત્રણેક હજારની વસ્તી ઉપર પૂરનું પાણી ફરી વળવાનું જાખમ તોળાતું હોય છે. ત્યારે ચોમાસા પૂર્વે જ ગ્રામ પંચાયત દ્વારા સતત ત્રણ દિવસ સુધી જેસીબી દ્વારા કાંપ, કચરો, માટીનો ગાળ, પ્લાસ્ટિક વગેરે કચરાની સાફ-સફાઇ કરવામાં આવી હતી. નદીમાંથી લગભગ પ૦ ટ્રેક્ટર જેટલો કચરો સાફ કરવામાં આવ્યો હતો.