બોલીવુડ અને હોલીવુડમાં જાણીતું કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ અલગ થઇ રહ્યા હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે. હાલમાં પ્રિયંકા ચોપડાએ એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નામ આગળથી જોનસ હટાવી દીધું છે. પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી સોશિયલ મીડિયા પર જાનસ ઉમેરી નામ બદલ્યું હતું. તે હમેશાં પ્રિયંકા ચોપડા જાનસ લખતી હતી. પરંતુ હવે પ્રિયંકાએ જોનસ હટાવ્યા બાદથી આ હોટ કપલ અલગ થઇ રહ્યા હોવાની ચર્ચાએ જન્મ લીધો છે. ઉલ્લેખનીય છે કે, બોલીવુડની એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને હોલીવુડના સિંગર નિક જોનસ દુનિયાના પોપ્યુલર કપલમાંથી એક છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ એકબીજા માટે પ્રેમ જાહેર કરતાં રહે છે. પરંતુ પ્રિયંકાએ નામમાં કરેલા ફેરફારથી એમના ફેન્સ ચિંતામાં પડી ગયા છે. જો કે ઇન્સ્ટાગ્રામ પર બંને એકબીજાને ફોલો કરી રહ્યા છે. પ્રિયંકા ચોપડા અને નિક જાનસે ૧ ડિસેમ્બર ૨૦૧૮નો રોજ ધામધૂમથી લગ્ન કર્યા હતા અને આ ડિસેમ્બરમાં તેમના લગ્નના ૩ વર્ષ પૂરા થઇ રહ્યા છે. એ સમયે તેમના લગ્ન વિશ્વસ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કપલે દિવાળીની ઉજવણી પણ સાથે કરી હતી. જેના ફોટો પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. પ્રિયંકા ચોપડાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો એક્ટ્રેસ બોલીવુડ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જાવા મળી હતી. પ્રિયંકા ચોપડા હોલીવુડની ફિલ્મ ‘સિટાડેલ’, ‘ટેસ્સ ફોર યૂ’ અને ‘મેટ્રિક્સ ૪’ સિવાય બોલીવુડની ફિલ્મ ‘જી લે જરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જાવા મળશે.