કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. પ્રિયંકા ગાંધી અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં સક્રિય છે, તેમણે ચૂંટણી લડી નથી. આ વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા લોકસભા ચૂંટણી લડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટક અને તેલંગાણાની બે સીટો પર ચૂંટણી લડી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એઆઇસીસી સ્થાનિક કોંગ્રેસ એકમને જાણ કર્યા વિના, કર્ણાટકમાં કોપ્પલ મતવિસ્તારમાં સર્વેક્ષણ હાથ ધરી ચૂક્યું છે અને તેલંગાણાની અન્ય બેઠક પરથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા અંગે પણ વિચારણા કરી રહી છે.
કોપ્પલ કર્ણાટકના સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે અને અહીંની આઠ વિધાનસભા બેઠકોમાંથી છ કોંગ્રેસ પાસે છે.એઆઇસીસી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે પ્રિયંકા ગાંધી માટે આ સુરક્ષિત બેઠક છે. હાલમાં ભાજપના કરાડી સંગન્ના કોપ્પલ મતવિસ્તારના સાંસદ છે.
અગાઉ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇÂન્દરા ગાંધીએ પણ ૧૯૭૮માં કર્ણાટકમાં ચિક્કામગાલુરુ સંસદીય બેઠક જીત્યા બાદ રાજકીય પ્રોત્સાહન મેળવ્યું હતું. હાલમાં, આ મતવિસ્તારને ઉડુપી-ચિક્કમગાલુરુ બેઠક કહેવામાં આવે છે, જેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે કરે છે.
સોનિયા ગાંધીએ ૧૯૯૯માં કર્ણાટકની બેલ્લારી બેઠક પરથી ભાજપના દિવંગત વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ સામે ચૂંટણી લડી હતી અને નજીકની હરીફાઈ બાદ વિજયી બન્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે જા પ્રિયંકા ગાંધી કર્ણાટકમાંથી ચૂંટણી લડશે તો તેની સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ માટે સકારાત્મક અસર પડશે. તેમની ચૂંટણી લડવાથી કાર્યકરોને ભાજપ સામે લડવા માટે પ્રેરણા મળશે. અગાઉ, રાજ્ય કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે ગાંધી પરિવારના સભ્યએ કર્ણાટકમાંથી ચૂંટણી લડવી જાઈએ જે પાર્ટી માટે ફાયદાકારક રહેશે.
જા પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો તે પહેલીવાર હશે. આ પહેલા તે ચૂંટણી પ્રચારમાં ભાગ લેતી હતી. તેમને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તે યુપીમાં સતત સક્રિય હતી. તેની અસર યુપીમાં પણ જાવા મળી હતી પરંતુ ચૂંટણી બાદ તે યુપીમાંથી ગાયબ થઈ ગઈ હતી.