સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ખાતે દેવ દેવશ્વર ટ્રસ્ટ પ્રાંચી તેમજ સમસ્ત રાવળદેવ યુવા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા ભવ્ય શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સવારે મહાદેવને ધ્વજારોહણ તેમજ મહાઆરતી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સંતો મહંતો,
આગેવાનો ખાસ હાજર રહ્યાં હતાં. જેમાં માધવરાય મંદિરનાં મહંત રીષી બાપુ, કરસનદાસ બાપુ મટાણા તેમજ મોગલ ધામ પ્રાસલીના લાભુમા હાજર રહ્યા હતા. તેમજ રાવળદેવ સમાજના નામી અનામી કલાકારોએ આ મહોત્સવમાં ખાસ હાજરી આપી હતી.