રશિયા-યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને તે સમાપ્ત થવાની શક્યતાઓ છે કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કા સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ત્રણ કલાક સુધી વાતચીત કરી અને હવે તેઓ વ્હાઇટ હાઉસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત અને વાત કરશે. પરંતુ ટ્રમ્પે તે  પહેલાં જે પોસ્ટ કરી તે આશ્ચર્યજનક છે.ટ્રમ્પને મળતા પહેલા, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા સાથે શાંતિ વાટાઘાટો માટે પોતાની શરત મૂકી છે અને કહ્યું છે કે તેઓ તેમની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન કરશે નહીં. ઝેલેન્સકીએ માંગ કરી છે કે વાતચીત વર્તમાન ફ્રન્ટ લાઇનથી શરૂ થવી જાઈએ. ટ્રમ્પે આ અંગે પોસ્ટ કરી હતી.ટ્રમ્પની ઝેલેન્સકી સાથેની મુલાકાત પહેલાં કરેલી પોસ્ટમાં તેમણે લખ્યું હતું – “યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ઇચ્છે તો રશિયા સાથે યુદ્ધ લગભગ તરત જ સમાપ્ત કરી શકે છે, અથવા લડાઈ ચાલુ રાખી શકે છે. યાદ રાખો કે તે કેવી રીતે શરૂ થયું હતું. ઓબામા ક્રિમીઆ પાછું નહીં મેળવે (૧૨ વર્ષ પહેલાં, એક પણ ગોળી ચલાવ્યા વિના!), અને યુક્રેન નાટોમાં જાડાશે નહીં. કેટલીક વસ્તુઓ ક્્યારેય બદલાતી નથી!!!” અગાઉ, ટ્રમ્પે ઝેલેન્સ્કી અને નાટો સભ્યો માટે પોસ્ટ કરી હતી, “કાલે વ્હાઇટ હાઉસમાં એક મોટો દિવસ છે. ઘણા યુરોપિયન નેતાઓ ક્્યારેય ભેગા થયા નથી. તેમને હોસ્ટ કરવા મારા માટે ખૂબ જ સન્માનની વાત છે!!!” મીડિયા અહેવાલો અનુસાર, યુરોપિયન નેતાઓ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. આ બેઠકનો હેતુ ઝેલેન્સ્કીની સ્થિતિને મજબૂત બનાવવાનો છે કારણ કે અલાસ્કામાં ક્રેમલિનના વડા વ્લાદિમીર પુતિનને મળ્યા પછી યુએસ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પર કરાર પર પહોંચવા માટે દબાણ કરી રહ્યા છે. ઝેલેન્સ્કી અગાઉ યુદ્ધવિરામ કરતાં શાંતિ કરારની માંગ પર મોસ્કો સાથે વધુ સંમત દેખાયા હતા. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી સોમવાર, ૧૮ ઓગસ્ટના રોજ મળશે.ટ્રમ્પ અલાસ્કામાં પુતિનને મળ્યા પરંતુ બેઠક અનિર્ણિત રહી અને પુતિને યુદ્ધવિરામ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમને મળ્યા પછી, ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી અને ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળશે.