સુપ્રીમ કોર્ટે પ્રાદેશિક રાજકારણ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે ચૂંટણી રાજકારણમાં પ્રાદેશિકવાદને પ્રોત્સાહન આપવું એ દેશની એકતા અને અખંડિતતા માટે સાંપ્રદાયિકતા જેટલું જ ખતરનાક છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘણા રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન પ્રાદેશિકતાને પ્રોત્સાહન આપીને મત માંગે છે, જે રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધ છે.
આ ટિપ્પણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જાયમલ્યા બાગચીની બેન્ચે એક અરજીની સુનાવણી કરતી વખતે કરી હતી જેમાં એઆઇએમઆઇએમ (ઓલ ઈન્ડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન) ની નોંધણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જાકે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે ફક્ત એક જ પક્ષને નિશાન બનાવી શકે નહીં, જ્યારે ઘણા પક્ષો સાંપ્રદાયિક કે પ્રાદેશિક ધોરણે રાજકારણ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, ‘શું એ પૂછવું ખોટું છે કે શું ચૂંટણીમાં પ્રાદેશિકતાને પ્રોત્સાહન આપવું ભારતની એકતા અને અખંડિતતા વિરુદ્ધ નથી?’ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી રાજનીતિ દેશની સામૂહિક ઓળખ અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને નુકસાન પહોંચાડી શકે છે.
જાકે,એઆઇએમઆઇએમના બંધારણનો અભ્યાસ કર્યા પછી, કોર્ટે કહ્યું કે તેમાં બંધારણનું ઉલ્લંઘન કરતું કંઈ મળ્યું નથી. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે જા કોઈ ધાર્મિક કાયદો બંધારણ દ્વારા સુરક્ષિત હોય, તો રાજકીય પક્ષને તેનો પ્રચાર કરવાનો અધિકાર છે.
અંતે, સુપ્રીમ કોર્ટે અરજદારને સલાહ આપી હતી કે તે કોઈપણ ચોક્કસ પક્ષનું નામ લીધા વિના ચૂંટણી સુધારા સંબંધિત વ્યાપક મુદ્દાઓ પર તટસ્થ અરજી દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને રાજકીય પક્ષો દ્વારા પ્રાદેશિક અને સાંપ્રદાયિક લાગણીઓના ઉપયોગ પર મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.







































