તાલુકા કાનૂની સેવા સમિતિ, ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુકત ઉપક્રમે પ્રાથમિક શાળા મોટી ફાફણી મુકામે નાના ભૂલકાઓ માટે ડિજિટલ લ‹નગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. શાળા હવે માત્ર વર્ગખંડ સુધી મર્યાદિત નથી. ભણતર મોબાઈલ દ્વારા ગમે ત્યાં થઈ શકે છે, પછી ભલે વિદ્યાર્થી ઘરે હોય, કોફી શોપમાં હોય કે લાઈબ્રેરીમાં હોય. આ તકે હાજર નિષ્ણાંતોએ શિક્ષણમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતુંં. આધુનિક ટેકનોલોજી અને તેની ઉપયોગીતા વિશે તેમજ બાળકોના અધિકારો તેમજ તેની ઉપયોગીતા વિશે સમજણ આપવામાં આવી હતી. લીગલ સુપરિટેન્ડેન્ટ કે.એમ. પરમારનાં માર્ગદર્શન હેઠળ પીએલ વિકાસ મકવાણા, મોહિત આર. દેસાઈ અને ત્રિનેત્ર ફાઉન્ડેશનનાં સભ્ય યુવરાજ વાઢેર તેમજ શાળાનાં આચાર્ય, શિક્ષકગણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.