ગુજરાત સ્થાપના દિન ૨૦૨૪ના રોજ ગરવી ગુજરાત થીમ ઉપર નાની કુંકાવાવ શાળા પરિસર ખાતે વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરસ્વતી વંદનાથી કાર્યક્રમના મંગળ પ્રારંભ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ તકે ગામના સરપંચ શોભનાબેન ઢોલરીયા, જિલ્લા અધ્યક્ષ નીલેશભાઈ રાણપરીયા અને પૂર્વ તા.પં. પ્રમુખ બાવાલાલ મોવલિયા અને લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ કૌશિક હપાણી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સરકારી શાળામાં અભ્યાસ કરાવવા વાલીઓને અપીલ કરી હતી. બહાર વસતા આ ગામના હજારો લોકોએ સમગ્ર ઉત્સવ ઓનલાઈન પણ નિહાળ્યો હતો.