પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મુખ્ય જિલ્લા મેલેરિયા અધિકારી અને તાલુકા આરોગ્ય ટીમના સહયોગથી મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ ગામના લોકો, ખાસ કરીને બાળકોને મેલેરિયા રોગથી બચવા માટે જાગૃત કરવાનો હતો. મેલેરિયા રોગ, તેના લક્ષણો, નિવારણ અને સારવાર સંબંધિત માહિતી માટે પત્રિકા ગામના લોકોને વિતરણ કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા વાવડાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, મેલેરિયા રોગના ચેપ, મચ્છર ઉત્પત્તિ, જીવનચક્ર અને મેલેરિયાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. બાળકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા, ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવા, ખાડા-ખાબોચિયા દૂર કરવા, સૂર્યાસ્ત પછી બહાર નીકળતી વખતે શરીર ઢાંકવા અને તાવ આવવા પર તાત્કાલિક સારવાર લેવા જેવા મેલેરિયાથી બચવાના ઉપાયો શીખવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ તોત્રડિયા આચાર્ય, પ્રાથમિક શાળા વાવડા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કોટડાપીઠાની ટીમ દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામા આવી હતી.