રાજુલા, જાફરાબાદ તથા ખાંભા તાલુકાના પ્રાણ પ્રશ્નોની ચર્ચા માટે હીરાભાઇ સોલંકી સહિતના આગેવાનો દિલ્હી કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા અને સાંસદ નારણભાઇ કાછડીયાની મુલાકાતે પહોંચ્યા હતા. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે ધારાસભ્ય જે.વી. કાકડીયા, હરસુરભાઇ લાખણોત્રા, ચેતનભાઇ શિયાળ, દિનેશભાઇ તારપરા સહિતના આગેવાનો પણ જોડાયા હતા.