ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ અને  પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના બહુલક્ષી ઉદ્દેશ્ય સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રોડક્ટ્‌સનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પણ અમલી છે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ્‌સનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો ત્યારે કલેક્ટરે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને એ વિવિધ પ્રોડક્ટનું વેચાણ વધે તે માટે સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રોડક્ટ્‌સ ખરીદવા અનુરોધ કર્યો હતો.