1દેશી અળસિયા ખેડૂતોના મિત્ર; જમીનને જરુરી પોષક તત્વો આપે છે અને જમીનમાં છિદ્રો બનાવી જળસંચયનું કામ પણ કરે છે
2 પાણીની અછતમાં અળસિયા જમીનના ઉપરના સ્તરમાં કાર્ય કરે છે અને પાકના મૂળની નજીક રહી છોડ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવે છે
3 જાણો કેવી રીતે અળસિયા જમીનના ભૌતિક ગુણધર્મમાં સુધારો કરે છે અને નાઇટ્રોજન સ્થિરીકરણ કરે છે
4 ઘટતાં જતાં ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિ નોંધપાત્ર ફાળો આપી શકે.
અમરેલી તા.૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ (શુક્રવાર) રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ વિશેનું વ્યાપક માર્ગદર્શન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’માં આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિમાં દેશી અળસિયાનું મહત્વ શું છે તે વિશે સમજ આપવામાં આવી છે. ખરાં અર્થમાં દેશી અળસિયા જમીનને પોષક તત્વો આપે છે સાથે સાથે આડકતરી રીતે જળસિંચનનું કામ પણ કરે છે.
અળસિયા જળસંચયનું ભગીરથ કાર્ય કેવી રીતે કરે છે તે જાણવું જરુરી છે. આ પુસ્તકમાં જણાવ્યા મુજબ, ડા. સુભાષ પાલેકરના જણાવ્યા પ્રમાણે એક એકર જમીનમાં લગભગ ૭ લાખ અળસિયા કામ કરે છે. ભારતીય દેશી અળસિયા જમીન ખોદી કાઢે છે અને જે દરમાં જાય છે ત્યાંથી પાછા આવતા નથી અને અન્ય દર બનાવે છે. આ રીતે તેઓ ઘણાં દર બનાવતા જાય છે. જે ખેતરમાં આટલી મોટી સંખ્યામાં અળસિયા હોય ત્યાં તેના દ્વારા સર્જાયેલા છિદ્રો દ્વારા ઓક્સીજન જમીન પર પહોંચે છે. અને જમીનની શÂક્ત વધે છે. પ્રાકૃતિક કૃષિથી પાણીની બચત થાય છે. જમીનની પાણીની સંગ્રહ ક્ષમતા વધે છે. જા વરસાદ ઓછો હોય તો પાણીની ઉપલÂબ્ધ લાંબા સમય સુધી રહે છે. પાણી, ભેજ, ઉષ્ણતામાન અને હવામાનની વિવિધતામાં અળસિયા પણ કાર્યસ્થળ બદલતા રહે છે. જ્યારે ઉપરના સ્તરમાં ખૂબ ભેજ અથવા ઉચું કે ખૂબ નીચું ઉષ્ણતામાન હોય ત્યારે અળસિયા જમીનમાં ઊંડે જઈ પોતાનું કાર્ય કરે છે અને ૨૦ ફૂટ સુધી જમીનમાં દર કરીને જમીનના નીચલા સ્તરોને પણ ઉત્પાદક બનાવે છે. આવા ખેતરોમાં વધુ વરસાદ પડવાની સ્થિતિમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે તેમાં પરપોટા દેખાય છે પરંતુ આવું ત્યારે જ થાય જ્યારે જમીનનો વિકાસ પ્રાકૃતિક કૃષિ હેઠળ થયો હોય. આમ ઘટતાં જતાં ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિ નોંધપાત્ર ફાળો આપી શકે છે.
દુષ્કાળ હોય અને પાણીની અછત હોય ત્યારે અળસિયા જમીનના ઉપરના સ્તરમાં કાર્ય કરે છે અને પાકના મૂળની નજીક રહી છોડ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવે છે. આવા ખેતરોમાં વધુ અળસિયા અને સુક્ષ્મજીવો હોવાના
કારણે જમીનમાં છિદ્રોનું પ્રમાણ વધી જાય છે. આમ આવાં છિદ્રોમાં દુષ્કાળના સમયે પાણી ભેજના સ્વરૂપે જળવાય રહે છે અને છોડના મૂળને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે. જમીનમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થવાને કારણે પણ છોડને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં અળસિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. શ્રી પાલેકરજીના કહેવા પ્રમાણે, એકલાં અળસિયાથી જમીનમાં પ્રતિ એકર ૨૧૪ કિગ્રા નાઇટ્રોજન સ્થિરીકરણ થાય છે. આ ઉપરાંત, સહ પાક રુપે કઠોળ પાકો નાઇટ્રોજનના સ્થિરીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જમીનમાં રહેવાવાળા દેશી અળસિયા જમીનના ભૌતિક ગુણધર્મોમાં નોંધપાત્ર સુધારો કરે છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ગુણો અને સુગંધ અળસિયાના આકર્ષિત કરે છે તેમની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. એક અંદાજ મુજહ પ્રાકૃતિક કૃષિથી વિકસિત એક એકર જમીનમાં ૮-૧૦ લાખ અળસિયા દિવસ રાત જમીન માટે કાર્ય કરે છે. જા કે, સજીવ ખેતીમાં જમીનમાં છોડવામાં આવતા અળસિયા અને આ દેશી અળસિયામાં ફરક છે. આમ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં દેશી અળસિયાના કારણે જમીન ફળદ્રુપ થાય છે તેને જરુરી પોષકતત્વો મળે છે અને જમીનની જળસંચય શક્તિમાં વધારો થાય છે.