ડાન્સનો કાર્યક્રમ રદ થતાં અને ટિકિટના રૃપિયા પરત ન કરવાના કેસમાં મશહૂર ડાન્સર સપના ચૌધરીની આગોતરા જોમીન અરજી નકારાઈ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની ખાસ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે આરોપી સપના ચૌધરી સામે આરોપનામુ દાખલ થઈ ચૂક્યું છે.
સપના ચૌધરી આ કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટ સમક્ષ હાજર થઈ નથી. તેના પગલે ખાસ કોર્ટે તેની સામે ધરપકડનું વોરંટ જોરી કર્યું છે. ૨૭ જુલાઈ ૨૦૧૯ના રોજ સપના ચૌધરી સામે છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો. ૨૦ જોન્યુઆરી ૨૦૧૯ના રોજ આ કાર્યક્રમના આયોજક જુનેદ એહમદ, ઇવાદ અલી, અમિત પાંડે, રત્નાકર ઉપાધ્યાય સામે પણ આરોપનામું દાખલ થયું હતું.
ચાર સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સપના ચૌધરીની ડિસ્ચાર્જની અરજી કોર્ટે ફગાવી દીધી હતી, પરંતુ સપના ચૌધરી હાજર ન થતાં તેની સામે ધરપકડ વોરંટ જોરી થયું હતું. તેના પછી સપના તરફથી વોરંટ રદ કરવા અરજી કરવામાં આવી હતી. કોર્ટે તે અરજી પણ ફગાવી દીધી હતી. હવે આરોપીઓ પર આરોપ નક્કી થવાના છે.
વાસ્તવમાં ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સ્મૃતિ ઉપવનમાં બપોરે સાડા ત્રણ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી સપના સહિત અન્ય કલાકારોનો કાર્યક્રમ હતો. તેના માટે પ્રતિ વ્યક્તિ ૩૦૦ રૂપિયા ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ વેચવામાં આવી હતી. આ કાર્યક્રમને જોવા માટે હજોરો લોકો આવ્યા હતા. પણ રાતે દસ વાગ્યા સુધી સપના ચૌધરી આવી ન હતી. તેના
લીધે ટિકિટધારકોએ બબાલ કરી હતી. તેના પછી ટિકિટધારકોને રૃપિયા પરત મળ્યા ન હતા. ૧૪ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ આ મામલાની અરજી એસઆઇ ફિરોઝ ખાને આસિયાના થાણામાં નોંધાવી હતી.