સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આખરે કાકા શિવપાલ યાદવની પાર્ટી પીએસપી સાથેના ગઠબંધનને લઈને મૌન તોડ્યું છે. અખિલેશે બુધવારે સૈફઈમાં સ્પષ્ટ કર્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં સપા પીએસપી સાથે ગઠબંધન કરશે. તેમણે એમ પણ કહ્યું કે કાકા શિવપાલ સિંહ યાદવને પાર્ટીમાં સંપૂર્ણ સન્માન આપવામાં આવશે.પ્રસપા પ્રમુખ શિવપાલ યાદવે અનેક અવસર પર સમાજવાદી પાર્ટી સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભૂતકાળમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની મુલાયમ સિંહ યાદવ સાથે વાત થઈ હતી, તેમણે કહ્યું હતું કે જો અખિલેશ તૈયાર નહીં થાય તો તેઓ તેમના માટે પોતે પ્રચાર કરશે.
દર વર્ષની જેમ અખિલેશ યાદવ દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે તેમના ગામ સૈફઈ પહોંચ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે ૨૦૨૨માં યોજોનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી શિવપાલ યાદવની પાર્ટી અને તમામ નાના અને પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરશે.
આ દરમિયાન અખિલેશે કહ્યું કે કાકા શિવપાલ યાદવને પાર્ટીમાં પૂરેપૂરું સન્માન મળશે અને સમાજ પાર્ટીના લોકો વધુ સન્માન આપવાનું કામ કરશે. અખિલેશે કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે ઘણી પાર્ટીઓ આવી છે. તાજેતરમાં ઓમપ્રકાશ રાજભરે મૌમાં ઐતિહાસિક કાર્યક્રમ કર્યો છે અને સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા છે. આ પહેલા સોમવારે અલીગઢમાં શિવપાલ યાદવે કહ્યું હતું કે જો તેમની પાર્ટીના તમામ કાર્યકરોનું સપામાં સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવે તો તેઓ તેમની પાર્ટીનું સપામાં વિલય કરવા માટે તૈયાર છે. શિવપાલ યાદવે કહ્યું કે જો સપા તેમને પાર્ટીમાં સામેલ કરવા માંગે છે તો તેઓ ઈચ્છે છે કે માત્ર તેઓ જ નહીં, પરંતુ તેમના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ સમાન સન્માન મળવું જોઈએ.’