ભાકપા માઓવાદીઓ તરફથી ૨૦ નવેમ્બરે ૨૪ કલાકનું ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.હકીકતમાં ભારત બંધ પૂર્વી રીજનલ બ્યુરો કમીટીના સચિવ પ્રશાંત બોસ અને તેમની પત્ની શીલા મરાંડીની ધરપકડના વિરોધમાં આયોજીત કરવામાં આવ્યું છે.
ભારત બંધ માટે પોસ્ટર અને બેનર પણ જોરી કરવામાં આવ્યા છે આ પોસ્ટરમાં બંન્ને નકસલીઓ નેતાઓને રાજનીતિક બંધીનો દરજજો આપતા યોગ્ય સારવારની વ્યવસ્થા કરવાની વાત કહેવામાં આવી છે જયારે સંગઠને જે પોસ્ટર જોરી કર્યા છે તેમાં ક્રાંતિકારીઓની ધરપકડ કે જેલમાં નાખવાથી સંધર્ષ ન કયારેય રોકાયું છે અને ન કયારેય રોકાશે. ૨૦ નવેમ્બરે ભારત બંધ પહેલા નકસલીઓ દ્વારા મોટા પાયે ઝારખંડ સહિત નકસલ પ્રભાવિત રાજયો અને જીલ્લાઓમાં પોસ્ટરબાજી અને બેનલ લગાવવાનું અભિયાન ચલાવી શકાય છે.તેના માટે નકસલીઓએ પ્રિંટેડ પોસ્ટર લગાવી રહ્યાં છે આ સાથે જ ૧૯ નવેમ્બર સુધી પ્રતિરોધ દિવસ મનાવવાની પણ જોહેરાત કરવામાં આવી છે.
ઝારખંડ પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવેલ એક કરોડની ઇનામી પ્રશાંત બોસની પત્ની શીલા મરાંડીની તબીયત બગડી ગઇ છે.તેને સારવાર માટે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પ્રશાંત બોસ ઝારખંડ બિહારમાં માઓવાદીઓનો સુપ્રીમ કમાંડર છે.માઓવાદી પ્રશાંત બોસ અને શીલા મરાંડીની પોલીસે તાજેતરમાં સરાયકેલામાંથી ધરપકડ કરી હતી.ધરપકડ સમયે તે ગિરિડીહથી સરાયકેલા ફરી રહ્યાં હતાં હવે બંન્નેને પોલીસે રિમાંડ પર લઇ તેમની પુછપરછ ચાલી રહી છે પુછપરછ દરમિયાન શીલા મરાંડીએ ચક્કર આવવાની અને બેચેનીની ફરિયાદ કરી આથી તેને રિમ્સ લઇ જવામાં આવી હતી.તેને રિમ્સના પેઇગ વોર્ડના રૂમ નં. ૩માં દાખલ કરવામાં આવી છે. ડોકટરો તેની સારવાર કરી રહ્યાં છે.મરાંડીને રિમ્સમાં દાખલ કરવામાં આવતા રિમ્સની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે કોઇને પણ તપાસ વિના વોર્ડમાં જવા દેવામાં આવતા નથી આ પહેલા શીલા મરાંડી અને પ્રશાંતની સીબીઆઇ,એનઆઇએ સહિત અનેક રાજયોની ટીમ પુછપરછ કરી ચુકી છે.