ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટી પર ફરી એકવાર શાબ્દીક તીર છોડ્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે કોંગ્રેસમાં લોકતંત્ર છે જ નહીં. પાર્ટીને બચાવી હોય તો ગાંધી પરિવારથી બહારના કોઈ વ્યક્તિને લોકતાંત્રિક રીતે અધ્યક્ષ બનાવવો જાઈએ. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વગર પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો સંભવ છે.
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે એક ટિવટ અને કેન્ડર માર્ચ મારફત ભાજપને ક્યારેય પણ હરાવી શકાય નહીં. ભાજપ ઘણું મજબૂત થઈ ચુક્યું છે. મોદીના નેતૃત્વવાળી ભાજપને હરાવવા માટે તમારે મજબૂત રણનીતિ ઘડવી પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે ૧૯૮૪ બાદ કોંગ્રેસે પોતાના એકલાના દમ પર ક્યારેય પણ લોકસભા ચૂંટણીમાં જીત મળી નથી. છેલ્લા ૧૦ વર્ષમાં કોંગ્રેસ ૯૦ ટકા ચૂંટણી હારી ચુકી છે.
કોંગ્રેસના નેતૃત્વએ હારની જવાબદારી લેવી જાઈએ. પ્રશાંત કિશોરે પીએમ મોદીના વખાણ
કરતા કહ્યું કે તે તમામ લોકોની વાત સાંભળે છે. તે જ તેમની સૌથી મોટી તાકાત છે. તેમને ખબર છે કે અંતે લોકોની જરૂરિયાત શું છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આગામી કેટલાક દાયકાઓ સુધી ભાજપની આસપાસ જ રાજનીતિ ફરતી રહેશે.