ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ જે વિચારધારા અને રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે તે મહત્વપૂર્ણ છે, પરંતુ તેનું નેતૃત્વ એ “વ્યક્તિનો કુદરતી અધિકાર” નથી, ખાસ કરીને જ્યારે પાર્ટી છેલ્લા ૧૦ વર્ષમાં, ૯૦ ટકા ચૂંટણી હારી છે. “વિપક્ષના નેતૃત્વની ચૂંટણી લોકતાંત્રિક રીતે થવા દો
આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું હતું કે હવે યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) નથી. એક દિવસ પછી, કિશોરે વિપક્ષનું નેતૃત્વ કરવા માટે લોકશાહી ચૂંટણીઓનું આહ્વાન કર્યું.
વિવિધ પક્ષોના રાજકીય સલાહકાર રહી ચૂકેલા કિશોરના આ નિવેદન પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે સલાહકારની વાત પર પ્રતિક્રિયા આપતા નથી. ખાસ કરીને જ્યારે તેમણે મોદીજી સાથે કામ કર્યું હોય. મમતા બેનર્જી અંગે સુરજેવાલાએ કહ્યું કે તેમણે નક્કી કરવાનું છે કે તેઓ ફાસીવાદી શક્તિઓ સાથે છે કે તેમની વિરુદ્ધ છે.”કોઈ વૈચારિક પ્રતિબદ્ધતા ધરાવતા વ્યાવસાયિક રાજકીય પક્ષો વ્યક્તિઓને ચૂંટણી લડવા અંગે સલાહ આપવા માટે સ્વતંત્ર છે, પરંતુ તે આપણા રાજકારણનો એજન્ડા સેટ કરી શકતા નથી,”
કોંગ્રેસના નેતાએ કપિલ સિમ્બલે કહ્યું, “કોંગ્રેસના “શાસનનો સ્વાભાવિક અધિકાર” ની ખોટી માન્યતાને દૂર કરવાની જરૂર છે. રાહુલ ગાંધી “સંઘર્ષની સ્વાભાવિક જવાબદારી”ના આપણા સમૃદ્ધ વારસાને આગળ ધપાવી રહ્યા છે.તેમણે ટ્‌વીટ કર્યું, “કોંગ્રેસ વિના, યુપીએ આત્મા વિનાના શરીર જેવું હશે. વિપક્ષી એકતા બતાવવાનો આ સમય છે.” કોંગ્રેસના નેતા આનંદ શર્માએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી છે અને ભાજપને હરાવવાના કોઈપણ રાષ્ટ્રીય પ્રયાસનો મુખ્ય આધારસ્તંભ રહે છે.