ખાંભા મધ્યસ્થ બેન્કમાં તાતણીયાનો ખેડૂત કેશબારી પર ૫૦ હજાર ભૂલી ગયો હતો. જેથી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના મેનેજરે રકમ ખેડૂતને પરત કરી હતી. બેંકમાં સાંજે કેસ મેળવણું કરતા સમયે ૫૦ હજારની રકમ વધતી હોવાનું બેંકને ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ તપાસ કરી અને ખાતરી કરી આ રકમ મૂળ માલિક ખેડૂતને પરત આપી હતી. ખાંભા ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્કની શાખા આવેલ છે. અહીં ગઈકાલે તાતણીયાના વિક્રમભાઈ ભમ્મર પોતાની મંડળીના જમા-ઉધાર કરવા માટે આવ્યા હતા. તે ભૂલથી ૫૦ હજારની રકમ બેંકમાં જ ભૂલી ગયા હતા.