જર, જમીન અનો છોરુ આ કહેવત જાણે સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે. પાટનગર ગાંધીનગરનાં જમીયતપુરામાં મંદિરમાં સત્તાને લઈ વિવાદ સર્જાયો છે. ગ્રામજનો અને કાલુપુર સંપ્રદાય વચ્ચે પ્રભા હનુમાન મંદિર માટે વિવાદ સર્જાયો છે. ત્યારે આ સમગ્ર મામલો વધે તે પહેલા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો.
ગાંધીનગરનાં જમીયતપુરામાં મંદિરમાં સત્તાને લઈ વિવાદ સર્જાયો છે. ગ્રામજનો અને કાલુપુર સંપ્રદાય વચ્ચે પ્રભા હનુમાન મંદિર માટે વિવાદ સર્જાયો છે. કાલુપુર તાબાનાં મહંતની વરણી થતા વિવાદ વકર્યો છે. કાલુપુર સંપ્રદાય કબજા લેવા માટે મંદિરે જતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ જમીન ગ્રામ પંચાયતની માલિકીની હોવાનું કહી વિરોધ કર્યો હતો.