ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી એસ.ઓ.જી. પો.ઇન્સ. જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ તા.૦૩ સપ્ટેમ્બરના રોજ એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા, હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા, પો.કોન્સ. કૈલાસસિંહ બારડ અને મહાવીરસિંહ જાડેજા રાત્રીના પ્રભાસ પાટણ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે જી.આઇ.ડી.સી. પાસેથી સાબીર હુસેનભાઇ પટણી, ઉવ.૨૨, ધંધો.મજુરી રહે.વેરાવળ બાગેયુસુફ કોલોનીવાળા પાસેથી શંકાસ્પદ સ્થિતિમાં બ્લેક કલરનું, લાલ બ્લુ પટ્ટાવાળુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાઇકલ, રજી.નં.ય્ત્ન-૧૧-ત્નત્ન-૮૮૩૯ છે, જેના એન્જીન નં.૦૭કઙ્ઘદ્બી૩૧૫૧૪ તથા ચેસીસ નં.૦૭કઙ્ઘહક૦૩૭૪૫ જપ્ત કરી હતી. આ મોટર સાઇકલના કાગળો, આધાર, પુરાવા કે બીલ તેમજ વાહન માલિક અંગે પૂછપરછ કરતા તેણે કોઇ સંતોષકારક જવાબ ન આપતા છળકપટથી કે ચોરી કરીને મેળવેલ હોવાથી આ ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સોંપલ હતો.