ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચનાથી કાર્યવાહી કરી પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી, શિવશક્તિ બારના માલિક પ્રકાશભાઇ ચીનાભાઇ ઉર્ફે બાબુભાઇ બામણીયા કોળી (ઉં.વ. ૪૫, રહે. દગાચી, દીવ)ને દીવ ખાતેથી પકડી પાડ્યો છે.