પ્રભાસ પાટણ તીર્થમાં આગામી તા. ૨થી ૮ મે દરમિયાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાનાર આ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગીતામંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ૨ મે ના રોજ સવારે ૮ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથીયાત્રા સાથે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે. ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ૫ મે એ કૃષ્ણ જન્મોત્સવ, ૬ મે એ ગોવર્ધન પૂજા અને ૭ મે એ રુક્ષમણી વિવાહનું આયોજન થશે. જ્યારે ૩ મે ના રોજ રાત્રે ૯ વાગ્યે લાખણશીભાઈ ગઢવી, ગોપાલ સાધુ અને શૈલેષ મહારાજનો ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. મુખ્ય મનોરથી સ્વ.પુરાબેન જેસંગભાઈ નોંધાભાઈ વિરડા આહીર પરિવાર વતી ભાચાભાઈ આહીરે જણાવ્યું કે સ્થાનિક આહીર સમાજના અગ્રણીઓ વિક્રમભાઈ પટાટ, ધાનાભાઈ સોલંકી, વિરાભાઈ કામળિયા અને સંજયભાઈ વાળા સહિતના કથા આયોજનમાં ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.









































