શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિણી અમરાસૂર્યા હાલમાં ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેમણે શુક્રવારે પીએમ મોદીને મળ્યા. બંને નેતાઓએ વિકાસના મુદ્દાઓ પર સહયોગ અને ભારતીય માછીમારોના કલ્યાણ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી. શ્રીલંકાના પ્રધાનમંત્રી અમરાસૂર્યાએ પીએમ મોદીને અહીં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં કહ્યું, “મને શ્રીલંકાના વડા પ્રધાન હરિણી અમરાસૂર્યાનું સ્વાગત કરતાં આનંદ થાય છે. આ બેઠકમાં શિક્ષણ, મહિલા સશક્તિ કરણ, નવીનતા, વિકાસના મુદ્દાઓ પર સહયોગ અને આપણા માછીમારોના કલ્યાણ સહિત વિવિધ વિષયો પર ચર્ચા થઈ.” પીએમ મોદીએ કહ્યું, “નજીકના પડોશીઓ તરીકે, આપણા બંને દેશો અને આપણા સહિયારા ક્ષેત્રના લોકોની સમૃદ્ધિ માટે આપણો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.”શ્રીલંકાના વડા પ્રધાન હરિણી અમરાસૂર્યા ગુરુવારથી શરૂ થતી ત્રણ દિવસીય મુલાકાતે ભારત પહોંચ્યા. ટોચનું પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શ્રીલંકાની મુલાકાતના છ મહિના પછી અમરાસૂર્યાની ભારત મુલાકાત આવી છે. શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ શોધવા માટે અમરાસૂર્યાએ આઇઆઇટી દિલ્હીની પણ મુલાકાત લીધી હતી. તેમણે હિન્દુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી.શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરસુરિયાએ તેમના અલ્મા મેટર, હિન્દુ કોલેજમાં તેમના વિદ્યાર્થીકાળની યાદ તાજી કરી. કોલેજના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી અમરસુરિયાએ ૧૯૯૧ થી ૧૯૯૪ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશા†માં સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. અમરસુરિયાના આગમનને ફેકલ્ટી અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો, શ્રીલંકાના પ્રધાનમંત્રીના સ્વાગત માટે દિવાલો અને કોરિડોર પર મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આચાર્ય અંજુ શ્રીવાસ્તવે કેમ્પસમાં અમરસુરિયાનું સ્વાગત કર્યું.








































