વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી સેવાકીય કાર્ય સાથે કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિનની ઉજવણી માટે અનેક સ્થળોએ મહારક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમરેલી ખાતે આજરોજ પ્રધાનમંત્રી મોદીના જન્મદિન નિમિત્તે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના માર્ગદર્શન નીચે કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આજે સવારે ૯ઃ૦૦ કલાકે કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ સરદાર સર્કલ પાસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે.









































