વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાપાનના નવા પ્રધાનમંત્રી સનાઈ તાકાઈચી સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ તેમને વડા પ્રધાન પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ૬૪ વર્ષીય તાકાઈચી તાજેતરમાં જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા. શિગેરુ ઇશિબાના ગયા પછી તેમણે આ પદ સંભાળ્યું.
પ્રધાનમંત્રી મોદીએ એકસ પરની એક પોસ્ટમાં કહ્યું, “જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઈચી સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત થઈ. તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વીક ભાગીદારીને આગળ વધારવા માટેના અમારા સહિયારા દ્રષ્ટિકોણની ચર્ચા કરી. વાતચીતમાં આર્થિક સુરક્ષા, સંરક્ષણ સહયોગ અને પ્રતિભા આદાન-પ્રદાન મુખ્ય વિષયો હતા.”
જાપાન પરના તેમના નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે સંમત છીએ કે વૈશ્વીક શાંતિ, સ્થીરતા અને સમૃદ્ધિ માટે મજબૂત ભારત-જાપાન સંબંધો જરૂરી છે.”









































