સમગ્ર દેશમાં આજે સેવાકિય કાર્ય થકી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભાજપ કાર્યકરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છમાં આવેલા ભુકંપ, વાવાઝોડા, પ્રજાનો શાસન વ્યવસ્થામાં અવિશ્વાસ, નિરાશાનું વાતાવરણ, અસંતુલિત અર્થવ્યવસ્થા જેવી બાબતોથી ગુજરાત ઘેરાયેલુ હતુ અને સબળ તથા સક્ષમ નેતૃત્વની લોકોને અપેક્ષા અને આશા હતી.નરેન્દ્ર મોદી તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે સ્વાગત ઓનલાઈન, ચિંતન શિબીર અને ગરીબ કલ્યાણ મેળા જેવી લોકાભિમુખ વ્યવસ્થાઓ સાચા અર્થમાં ઉભી કરી હતી. રાજયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જયોતિગ્રામ યોજનાથી ર૪ કલાક વીજળી છેક ગામડાઓ સુધી પહોંચાડી અને સૌર ઉર્જાના મહત્તમ ઉત્પાદન માટે કચ્છમાં રિન્યુએબલ એનર્જી પાર્ક અને ગ્રીન ગ્રોથને વેગ આપ્યો તેમજ પર્યાવરણના પડકારોને પહોંચી વળવા દેશભરમાં પહેલીવાર ક્લાયમેટ ચેન્જ વિભાગ પણ તેમણે કાર્યરત કરાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવીને ગુજરાતમાં સ્પોર્ટસની ઈકો-સિસ્ટમ વિકસાવી અને આજે ખેલો ઈન્ડીયા પહેલના કારણે ભારતના અનેક પ્રતિભાશાળી રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશને મેડલ્સ અપાવીને ભારતનું ગૌરવ વધારી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીના ૭પમા જન્મદિવસે એટલુ અવશ્ય કહીએ કે ગુજરાત અવિરતપણે આગળ વધતુ રહેશે અને વિકાસના અજવાળા જગતમાં પાથરતુ રહેશે





































