પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાર જણા વતી રૂ.૫૨,૦૦૦ની લાંચ લેતા અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતનો ગ્રામસેવક નરેશ એસ.પટેલ એસીબીની જાળમાં ફસાઈ ગયો હતો.આ કેસની વિગત મુજબ ચાર જણાની પ્રધાનમંત્રી આવાસ યોજના (પી.એમ.એ.વાય.) અંતર્ગત મકાન સહાય મંજુર થઈ હતી. જે બાબતે મકાન સહાયના કુલ-૨ હપ્તા આ વ્યક્તિએના ખાતામાં જમા થયા હતા. જે પૈકી આરોપી ગ્રામસેવક(કરાર આધારિત) નરેશ પટેલે એક વ્યક્તિ પૈકી રૂ. ૧૫,૦૦૦ ની માગણી કરી હતી.જે બાબતે આ વ્યક્તિઓએ ફરિયાદીને વાત કરતાં તેમની સંમતિથી ફરિયાદીએ આરોપી નરેશ પટેલ સાથે વાત કરતાં રકઝકના અંતે એક વ્યક્તિ પૈકી રૂ. ૧૩,૦૦૦ મળી કુલ૪- સાહેદના રૂ. ૫૨,૦૦૦ ની લાંચની માગણી કરી હતી.આ વ્યક્તિઓ વતીથી ફરિયાદી લાંચની રકમ આરોપી નરેશ પટેલને આપવા માંગતો ન હતો. જેથી તેણે છઝ્રમ્માં ફરિયાદ કરી હતી. જેને આધારે છઝ્રમ્ની ટીમે ગામ.કુણોલ તા.મેઘરજ જી.અરવલ્લી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતા નરેશ પટેલ ઝડપાઈ ગયો હતો.