છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. આજે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. તેમના ૧૮ મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં તેવું જણાવી તેમણે માફી માંગી હતી તો કૃષિ કાયદા પરત ખેંચવાના પ્રધાનમંત્રીના નિર્ણયને કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ પણ આવકારી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ કૃષિ કાયદા પાછા ખેંચી ખુબ મોટા મનનો પરિચય આપ્યો છે. પ્રધાનમંત્રીએ લોકતંત્રમાં ભિન્ન મતનું સન્માન હોઈ શકે તે માટેનું પણ એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આ પ્રકારે લોકમતને મજબૂતી મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.