ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા યુવા મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટ ખાતે યોજાઇ હતી. જેમાં સંગઠનમાં નવા યુવાનોને જાડવા માર્ગદર્શન અપાયું હતું. આ તકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી નરેશ દેસાઇ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.