ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અમરેલી જિલ્લાના પ્રવાસે પધારી જિલ્લા ભાજપ કાર્યાલયે ઔપચારિક મુલાકાત લીધી હતી. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂર્વ પ્રમુખો પ્રાગજીભાઈ હીરપરા, દિનેશભાઈ પોપટ, ડા. ભરતભાઈ કાનાબાર, હિરેનભાઈ હીરપરા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સહિત આગેવાનો સાથે સંગઠનાત્મક ચર્ચા કરી હતી. ચલાલા ખાતે ધારાસભ્ય જે.વી. કાકડીયાના નિવાસે કાર્યકરો સાથે ગોષ્ઠિ યોજી હતી. જિલ્લા ભાજપ કાર્યાલયે તાલુકા અને શહેર મંડળ પ્રમુખ-મહામંત્રીઓ સાથે બેઠક યોજી, પક્ષની શિસ્ત, નવા કાર્યકરોને જોડવા અને ઘડતર કરવા માર્ગદર્શન આપ્યું હતું. આગામી કાર્યક્રમોની માહિતી આપી તેમજ ભૂપેન્દ્રભાઈ બસિયા, પીઠાભાઈ નકુમ, મેહુલભાઈ ધોરાજીયા સહિત સાથે મુલાકાત કરી હતી.








































