જાફરાબાદ મુકામે આગામી તા.૧૪ના રોજ જીએચસીએલ મેદાનમાં બપોરના દોઢ વાગ્યે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. કોળી સમાજના સંમેલનમાં આમંત્રણ આપવા માટે કરણભાઈ બારૈયા, મનહરભાઈ બારૈયા, કમલેશભાઈ બારૈયા દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. આ સંમેલનને સફળ બનાવવા માટે જિલ્લા કોળી સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.