ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાના સંગઠનની જાહેરાત બાદ હવે જિલ્લા અને મહાનગર સ્તરે સંગઠનની રચનાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કડીમાં દાહોદ જિલ્લા સંગઠન અને જૂનાગઢ મહાનગર સંગઠનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી દિવસોમાં તબક્કાવાર રીતે રાજ્યભરના તમામ જિલ્લા અને મહાનગરોની સંગઠન ટીમોની જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
નવેસરથી રચાયેલા સંગઠન દ્વારા બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પાર્ટી નેતૃત્વનું માનવું છે કે મજબૂત સંગઠનના આધારે વિકાસના મુદ્દાઓને જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે.
દાહોદ જિલ્લામાં સંગઠનની નવી ટીમ દ્વારા આદિવાસી વિસ્તારોમાં પાર્ટીની પકડ વધુ મજબૂત કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢ મહાનગર સંગઠનને શહેરના વિકાસ, સુવિધાઓ અને શહેરી મતદાતાઓના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપ દ્વારા સંગઠનાત્મક ફેરફારોને ચૂંટણી પૂર્વ તૈયારીનો મહત્વનો ભાગ ગણવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓ અને મહાનગરોની ટીમોની જાહેરાત સાથે ભાજપની સંગઠનાત્મક ગતિ વધુ તેજ બનવાની શક્્યતા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ શનિવારે મોડી રાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. નવી સંગઠનની ટીમમાં ૧૦ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ અનિરૂદ્ધ દવે, ડા.પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ૪ મહામંત્રી અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે. સંગઠનની બાકી રહેલી નિમણૂંકોની જાહેરાત કરાઈ છે. મહામંત્રી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, રાજકોટના ડો. પ્રશાંત કોરાટ, ખેડાના અજય બ્રહ્મભટ્ટ, સુરેન્દ્રનગરના હિતેન્દ્ર ચૌહાણની વરણી કરવામાં આવી છે. જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની વરણી કરાઈ છે. મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની વરણી કરવામાં આવી છે. ડો. પરિન્દુ ભગત કોષાધ્યક્ષ જ્યારે મોહન કુંડારીયાન સહકોષાધ્યક્ષ બનાવાયા છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.જેમાં મહામંત્રી અનિરૂદ્ધ દવે કચ્છ,,ડો.પ્રશાંત કોરાટ રાજકોટ,અજય બ્રહ્મભટ્ટ ખેડા,હિતેન્દ્ર ચોહાણ સુરેન્દ્રનગર,મુખ્ય પ્રવકતા – ડો.અનિલ પટેલ,મીડીયા ઈન્ચાર્જ – પ્રશાંત વાળા