ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ આજે લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે પોતાના વતનમાં પરિવારના સભ્યો સાથે મતદાન મથકે પહોંચીને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે પોતાની આંગળી પરનું શ્યાહીનું નિશાન ગર્વભેર દર્શાવ્યું હતું. હિરેનભાઈએ જણાવ્યું કે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે દરેક મત કિંમતી છે.










































